કૃષિ આંદોલન અંગે સરકારનો ખુલાસો

બુધવાર, 1 ડિસેમ્બર 2021 (12:59 IST)
કૃષિ આંદોલન વચ્ચે સરકારે સંસદમાં કહ્યું છે કે આંદોલનમાં એક પણ ખેડૂતનું મોત થયું નથી. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે આંદોલનમાં એક પણ ખેડૂતનું મોત થયું નથી.
 
શું છે સમગ્ર મામલો? 
નોંધનીય છે કે આશરે 14 મહિના પહેલા સરકાર ત્રણ કૃષિ કાયદા લઈને આવી હતી જેના વિરોધમાં હજારોની સંખ્યામાં ખેડૂત સંગઠનો દિલ્હીમાં વિરોધ કરવા માટે છેલ્લા એક વર્ષથી ઉતર્યા છે. આ આંદોલનને જોતાં પ્રધાનમંત્રી મોદીએ જ એલાન કર્યું કે સરકાર હવે ઝૂકી રહી છે અને કૃષિ કાયદાઓને રદ્દ કરવામાં આવી રહ્યા છે. 
 
શિયાળુ સત્રના પહેલાજ  દિવસે કાયદા રદ્દ પણ કરી દેવામાં આવ્યા. જોકે ખેડૂત સંગઠનોએ કહ્યું છે કે આંદોલન આમ સમાપ્ત થશે નહીં જેટલા ખેડૂતનાં મોત થયા છે તેમને વળતર આપવામાં આવે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર