ન્યૂઝ ચેનલોને સરકારની ચેતવણી ખોટા દાવા અને ખળભળાવનારી હેડલાઈન્સ ન ચલાવો યુક્રેન યુદ્ધ અને દિલ્હી તોફાનોનું કવરેજમાં ધ્યાન આપો ન્યૂઝ ચેનલો જે રીતે ન્યૂઝ કવરેજ કરી રહી છે તે સરકાર પસંદ પડ્યું નથી. હવે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ પ્રાઈવેટ ન્યૂઝ ચેનલોને ખોટા દાવાઓ અને ચકચારી હેડલાઈન્સથી દૂર રહીને હદમાં રહીને કવરેજ આપવાની સલાહ આપી છે
સરકારે ન્યૂઝ ચેનલોને એવું પણ કહ્યું કે કેટલીક ન્યૂઝ ચેનલોએ નોર્થ વેસ્ટ દિલ્હી હિંસાના મુદ્દે બિનલોકતાંત્રિક અને ઉશ્કેરણીજનક અને સામાજિક રીતે અસ્વીકૃત ભાષાનો ઉપયોગ કર્યો છે. એડવાઈઝરીમાં સરકારે એવું પણ કહ્યું કે માહિતી આપવામાં ન્યૂઝ ચેનલોએ હદ વટાવી છે. આથી સરકારે કહ્યું કે ન્યૂઝ ચેનલોને કડક સલાહ છે કે તેમણે તાત્કાલિક કેબલ ટેલિવિઝન નેટવર્કની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર સમાચાર કે માહિતી આપવામાંથી વહેલી તકે બંધ કરી દેવું જોઈએ.