સાશાના મોતના માતમ પછી આવી ખુશખબર, માદા ચીતાએ ચાર બાળકોને આપ્યો જન્મ (જુઓ વીડિયો)

બુધવાર, 29 માર્ચ 2023 (15:20 IST)
કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓનો પરિવાર વધ્યો, માદા ચિત્તા શિયાએ 4 બચ્ચાને જન્મ આપ્યો, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સાથે લોકો આ બચ્ચાની તસવીરો પણ શેર કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ચિત્તા શિયા સહિત ચારેય બચ્ચા નિષ્ણાતોની ખાસ દેખરેખ હેઠળ છે.

 
બીજેપીના નેતાએ આ બચ્ચાઓની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તેમણે લખ્યું છે - વન્યજીવ સંરક્ષણના સંદર્ભમાં ભારત માટે આ એક ઐતિહાસિક દિવસ છે. મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે માદા ચિતાએ 4 બચ્ચાને જન્મ આપ્યો છે.
 
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે નામીબિયાથી આવેલી સાશા નામની પાંચ વર્ષની ચિત્તાનું સોમવારે કુનો નેશનલ પાર્કમાં મૃત્યુ થયું હતું. જેના કારણે અધિકારીઓને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ સમાચારે બધાને ખુશ કરી દીધા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર