રાષ્ટ્રપતિ ચૂંટણી - મીરા કુમાર બનશે વિપક્ષની ઉમેદવાર 22 જૂનના રોજ થશે એલાન

મંગળવાર, 20 જૂન 2017 (10:37 IST)
દેશના આગામી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે એનડીએ પોતાના ઉમેદવારના રૂપમાં બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદના નામ પર મોહર લગાવી છે. રામનાથ કોવિંદના નામ પર અત્યાર સુધી શિવસેના વિચાર કરી રહી છે. તો તમામ વિપક્ષી પાર્ટીઓએ ભારતીય જનતા પાર્ટી પર દલિત કાર્ડ રમવાનો આરોપ લગાવ્યો છે.  સીપીએએમે સ્પષ્ટ રૂપે કેન્દ્ર સરકાર પર દૈલ કાર્ડ રમવાનો આરોપ લગાવ્યો છે તો માયાવતીએ પોતાના પત્તા અત્યાર સુધી ખોલ્યા નથી.  માયાવતીએ કહ્યુ કે જો વિપક્ષ કોઈ પૉપુલર દલિત નેતાને મેદાનમાં ઉતારશે તો તેના સમર્થન વિશે વિચારી શકાય છે. બીજી બાજુ સૂત્રોના હવાલાથી જાણવા મળ્યુ છે કે કોંગ્રેસ અને યૂપીએ લોકસભાની પૂર્વ અધ્યક્ષ અને દલિત નેતા મીરા કુમારને રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના રૂપમા મેદાન પર ઉતારી શકાય છે. 

વેબદુનિયા પર વાંચો