ભટિંડા મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગ, 4નાં મોત, સમગ્ર વિસ્તાર સીલ કર્યો

બુધવાર, 12 એપ્રિલ 2023 (10:14 IST)
પંજાબના ભટિંડાના મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગ થયું હતું, જેમાં 4 લોકોના મોત થયા હતા. આ ઘટના સવારે 4.35 વાગ્યે ભટિંડાના મિલિટરી સ્ટેશનની જણાવવામાં આવી રહી છે. ક્વિક રિએક્શન ટીમો હાલમાં સ્ટેશન પર સક્રિય છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સીલ કરી દેવામાં આવ્યો છે.
 
પંજાબના ભટિંડાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભટિંડામાં મિલિટરી સ્ટેશન પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે. ફાયરિંગમાં ચાર લોકોના મોતના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફાયરિંગની ઘટના બુધવારે સવારે 4.30 વાગે બની હતી. ફાયરિંગનું કારણ જાણી શકાયું નથી. આ ઘટના કોણે અંજામ આપ્યો તે પણ જાણી શકાયું નથી. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ કરી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર