ગણતંત્ર દિવસ પર હવાઈ હુમલાનો ડર, દિલ્હીમાં ડ્રોન સહિત આ વસ્તુઓ ઉડાડવા પર પ્રતિબંધ

મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (15:51 IST)
દેશમાં પ્રજાસત્તાક દિવસ (Republic Day) નજીક છે. આથી આ પ્રસંગે આતંકવાદીઓને હવાઈ હુમલા(Terrorist Air Strike)  કરી શકે છે.   આને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાના (Rakesh Asthana) આદેશ જારી કર્યો છે, જેમાં ડ્રોન સહિતની હવાઈ વસ્તુઓ ઉડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓને આતંકવાદી હુમલાના ઈનપુટ મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાકેશ અસ્થાનાએ કહ્યું કે આગામી 27 દિવસ સુધી દિલ્હીમાં કોઈપણ પ્રકારના ડ્રોન, પેરા ગ્લાઈડિંગ, પેરા મોટર્સ, હેંગ ગ્લાઈડર્સ, માનવરહિત એરિયલ વ્હીકલ અને માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમ ઉડવા પર પ્રતિબંધ છે.






ગણતંત્ર દિવસ અગાઉ કોઈ પણ પ્રકારના આતંકી ખતરાને પહોંચી વળવા માટે દિલ્હી પોલીસે તૈયારી કરી લીધી છે. રાજધાનીમાં 20 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી માનવ રહીત હવાઈ વાહનો પર પ્રતિબંધ લગવવામાં આવ્યો છે. ઇન્ટેલિજન્સ બ્યૂરોએ દિલ્હી પોલીસને નવ પાનાનું અલર્ટ આપ્યું હતું. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આતંકી દેશના મોટા મોટા નેતાઓને નિશાન બનાવવાનું ષડયંત્ર બનાવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકી સંગઠનો ખલિસ્તાન લિબરેશન ફોર્સ કે બીજા કોઈ સંગઠન સાથે મળીને આ ષડયંત્રને અંજામ આપી શકે છે.
 
અગાઉ IED મળી આવતા ઊંઘ હરામ થઈ ગઈ હતી
 
આ અગાઉ થોડા દિવસ પહેલા જ દિલ્હીના ગાઝીપુર ફૂલ મંડીમાં એક બેગ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ, બોમ્બ સ્કવોડ અને ફાયરવિભાગના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
 
IED રિકવર કરવામાં આવ્યું
 
મળેલી માહિતી મુજબ, પૂર્વ દિલ્હીના ગાઝીપુર ફૂલ મંડીમાં એકબિનવારસી થેલી મળી આવતા ખળભળાટ મચી ગયો હતો ત્યાર બાદ તેની પ્રથમ માહિતી પોલીસને આપવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બેગની આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો હતો. એ જ દિવસે સવારે 10.30 વાગ્યે બોમ્બનો કોલ આવ્યો હતો.

 
દિલ્હીના ગાઝીપુર ફૂલ મંડળી વિસ્તારમાંથી શુક્રવારે જે બોમ્બ મળ્યો છે તેને પ્લાન્ટ કરવાની જવાબદારી આતંકી સંગઠન મુજાહિદ્દીને લીધી હતી. આ આતંકી સંગઠને ટેલિગ્રામની મદદથી એક લેટર જાહેર કર્યો હતો. આ લેટરમાં લખ્યું છે કે અમારા જ મુજાહિદ ભાઇઓએ 14મી જાન્યુઆરીએ ધમાકા માટે દિલ્હીના ગાઝીપુરમાં આઇઇડી પ્લાન્ટ કર્યો હતો. આગળ ધમકી આપતા કહ્યું કે અમે વધુ તૈયારી સાથે ધમાકા કરીશું. જેની ગૂંજ પુરા ભારતમાં સાંભળવા મળશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર