ફેમસ અભિનેતાએ કપલ પર ચડાવી કાર

રવિવાર, 1 ઑક્ટોબર 2023 (17:47 IST)
બેંગલુરુથી ચોંકાવનારા સમાચાર છે. મળતી માહિતી મુજબ, ગત રાત્રે પ્રખ્યાત કન્નડ અભિનેતા નાગભૂષણની કારનો ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે તેનો પતિ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ અકસ્માત બાદ પોલીસે નાગભૂષણ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
 
સમાચાર અનુસાર, આ પરિણીત યુગલ ગત શનિવારે રાત્રે ફૂટપાથ પર ચાલી રહ્યું હતું. ત્યારે નાગભૂષણની કારે તેને ટક્કર મારી હતી. દંપતીને ટક્કર માર્યા બાદ નાગભૂષણની કાર ફૂટપાથ પરના ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી.
 
આ અકસ્માતમાં પ્રેમાનું મોત થયું હતું પરંતુ તેના પતિની સારવાર ચાલી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો, પતિ ક્રિષ્નાને તેના બંને પગ, માથા અને પેટમાં ઈજાઓ થઈ છે. કૃષ્ણાની હાલત નાજુક હોવાનું કહેવાય છે.પોલીસે આ મામલામાં અભિનેતા વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. જેમાં અભિનેતા પર ઓવરસ્પીડિંગ અને બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર