. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોમાં ગડબડીના આરોપો પછી ઈલેક્શન કમીશને 8 વર્ષ પછી શનિવારે EVM અને VVPATનુ લાઈવ ડેમો કર્યુ. ઈવીએમમાં ટેમ્પરિંગના ઓપન ચેલેંજ (હૈકાધન)ને લઈને એક પ્રેસ કૉંફ્રેસ થઈ રહી છે. આ પહેઅલ 2009માં પણ EC એ EVM પર સવાલ ઉઠાવનારા સામે ડિમોન્સ્ટ્રેશન કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે પાંચ રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસ સપા, બસપા અને આપ સહિત 16 રાજનીતિક પાર્ટીયોએ મશીનો પર સવાલ ઉઠાવ્યા હતા.
AAP એ કહ્યુ - ઈસી જલ્દી હૈકાથન કરાવે
- આપ નેતા આશુતોષે કહ્યુ, ખૂબ જ દુર્ભાગ્યની વાત છે કે EC અપોઝીશનની વાત ન માનીને ફક્ત મીડિયા સામે ડેમો આપવાની વાત કરી રહ્યા છે. જ્યારે 18 પાર્ટીઓ EVM પર સવાલ કરી રહી છે તો તેમની વાત નથી સાંભળવામાં આવી રહી તો આ લોકતંત્ર માટે ગંભીર સવાલ છે. લોકતંત્ર પક્ષ અને વિપક્ષ બંને પૈડા પર ચાલે છે. ત્યારે જ તો વિશ્વાસપાત્ર બને છે. ઈસીએ બધા સામે ડેમો કરવો જોઈતો હતો.