4 માસનો બાળક 240 કરોડનો માલિક

મંગળવાર, 19 માર્ચ 2024 (09:14 IST)
Narayana Murthy Gifted 240 Crore Stake To His Grandson: ઈન્ફોસિસના સહ-સ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ તેમના પૌત્ર એકાગ્રહ રોહન મૂર્તિને આવી ભેટ આપી છે, જેના કારણે નાનું બાળક માત્ર ચાર મહિનાની ઉંમરે સૌથી નાની ઉંમરના કરોડપતિઓની યાદીમાં સામેલ થઈ ગયું છે.
 
એકાગ્રહ રોહન મૂર્તિને તેના દાદાએ પોતાની કંપનીના 15,00,000 શેર ભેટમાં આપ્યા છે. ઇન્ફોસિસના સહ-સ્થાપકએ તેમના પૌત્રને 240 કરોડ રૂપિયાથી વધુના શેરનો માલિક છે . ઓફ મોર્કેટ ટ્રાન્સફર કરવામાં આવેલા આ શેર બાદ સંભવતઃ એકનાથ ભારતના સૌથી યુવા અબજપતિ બની ગયા છે.
 
કારણ છે બાળકના દાદા જેમનું નામ નારાયણ મૂર્તિ છે
ગયા વર્ષે 10 નવેમ્બર 2023એ જન્મેલુ બાળક હવે અબજપતિ છે. બાળકનું નામ છે એકાગ્ર રોહન મૂર્તિ.
(Ekagrah Rohan Murthy) અલગ અલગ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એકાગ્ર સંભવતઃ ભારતના સૌથી નાની ઉંમરના અબજપતિ છે. હકીકતે તેમના દાદાએ પોતાની કંપનીના પોતાના ભાગના અમુક શેર તેને ટ્રાન્સફર કર્યા છે. દાદાનું નામ છે નારાયણ મૂર્તિ. જી હાં, ઈન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિએ પોતાના પૌત્રને 240 કરોડ રૂપિયાની વેલ્યૂના શેર ગિફ્ટમાં આપ્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર