5 રાજ્યોમાં ચૂંટણીને લઈને ECની મુખ્ય બેઠક આજે

મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (11:44 IST)
કેન્દ્રીય ચૂંટણી આયોગ પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવાના વિધાનસભા ચૂંટણીને લઈને આજે એક મુખ્ય બેઠક કરશે. આ બેઠકમાં ચૂંટણી પંચ આયોગના અધિકારી સહિત ગૃહમંત્રાલયના ઓફિસર પણ સામેલ થશે. ઉલ્લેખનીય છે કે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની પ્રક્રિયા અંતિમ ચરણમાં છે.  ચૂંટણી પંચ  સતત દરેક સ્તરથી ચૂંટ્ણી માટે બેઠક કરી રહી છે.  આ પ્રક્રિયામાં આજે ચૂંટણી આયોગની બેઠક થશે. આ બેઠકમાં પૈરામિલિટ્રી ફોર્સેસની ગોઠવણીને લઈને પણ સમીક્ષા કરવામાં આવશે. 
 
બીજી બાજુ અટકળો લગાવાઈ રહી છે કે ચૂંટ્ણી પંચ કોઈપણ સમયે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની યાદી રજુ કરી શકે છે. ચૂંટણી પંચની તરફથી આ સમાચાર આવ્યા હતા કે પંચ ક્યારે પણ ચૂંટણીની તારીખ રજુ કરી શકે છે. પંચે માર્ચમાં થનારી બોર્ડની પરીક્ષાઓને જોતા કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ અને રાજ્યોના બોર્ડ સાથે પણ વિચાર વિમર્શ કર્યો છે.  સૂત્રોનુ કહેવુ છે કે ચૂંટણી જાહેરાત કરતી વખતે બધા પહેલુઓને ધ્યાનમાં રાખવામાં આવશે અને ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવશે. 

વેબદુનિયા પર વાંચો