ભૂકંપના કારણે લોકો ગભરાયા, જીવ બચાવવા ઘરની બહાર દોડી ગયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.9

મંગળવાર, 20 ઑગસ્ટ 2024 (09:21 IST)
જમ્મુ-કાશ્મીરમાં આજે સવારે લગભગ પોણા સાત વાગ્યાના અરસામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પુંછ અને બારામુલા શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી હતી.
 
પૂંચ વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ બારામુલાથી 5 કિલોમીટર દૂર ભૂગર્ભમાં હોવાનું કહેવાય છે.
 
લોકોનું કહેવું છે કે ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે તેઓ જાગી ગયા. તેઓ તરત જ તેમના બાળકો સાથે ઘરની બહાર દોડી આવ્યા હતા. દરવાજા, બારીઓ, વાસણો, પંખા બધું ધ્રૂજવા લાગ્યું. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ લોકોમાં ગભરાટનો માહોલ છે. પોલીસ અને રેસ્ક્યુ ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર