દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ભારે આંચકા, ઉત્તરભારત ભૂકંપથી હચમચ્યું

સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (23:28 IST)
દિલ્હી-એનસીઆરમાં સોમવારે રાત્રે 10.30ની આસપાસ ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે. લોકો ભયથી ધ્રુજી ઉઠયા હતા,લોકો ડરીને ઘરની બહાર નીકળી આવ્યા હતા. દિલ્હી સહિત ઉત્તરાખંડ અને ચંદીગઢમાં પણ ધરતીકંપ અનુભવાયો હતો. સ્કિટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 મપાઈ છે.  ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉત્તરાખંડના પિથોરાગઢમાં દર્શાવાય છે. દિલ્હીથી નોઈડા સુધી ભૂકંપના આંચકાનો અનુભય થયો હોવાના રીપોર્ટ મળી રહ્યા છે. આ ધરતીકંપ કેટલીક ક્ષણો સુધી અનુભવાતા, સુવાની તૈયાર કરતા લોકો સફાળા ઘર બાહર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં પિથોરાગઢમાં  હોવાનું જાણવા મળ્યું છે.

ભૂકંપના ઝટકા લાંબી ક્ષણો સુધી અનુભવાયા હતા. દહેરાદૂનમાં ઝટકો અનુભવાતા લોકો રસ્તા પર નિકળી પડ્યા હતા. દહેરાદૂનથી મળતી ખબર અનુસાર લોકો કુમાઉ, ગઢવાલની રેન્જમાં ઝટકો મહેસૂસ કર્યો. પશ્રિમ યૂપીમાં પણ ભૂકંપનોજોરદાર આંચકો અનુભવાયો.

વેબદુનિયા પર વાંચો