ડી વાય ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદના શપથ લીધા

બુધવાર, 9 નવેમ્બર 2022 (10:46 IST)
જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ આજે ભારતીય સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પદ ગ્રહણ કર્યું.
 
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિભવનમાં આજે સવારે 10 વાગ્યે જસ્ટિસ ડી વાય ચંદ્રચુડને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે પદના શપથ લેવડાવ્યા.
 
તેઓ ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ બનશે. તેમનો કાર્યકાળ 10 નવેમ્બર 2024 સુધીનો રહેશે.
 
સુપ્રીમ કોર્ટના જજનો કાર્યકાળ 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે.
 
જસ્ટિસ ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટના બીજા સૌથી સિનિયર જજ છે. તેમના પિતા વાય વી ચંદ્રચુડ પણ ભારતના 16મા મુખ્ય ન્યાયમૂર્તિ હતા, જેમણે ફેબ્રુઆરી 1978થી જુલાઈ 1985 સુધી સેવાઓ આપી હતી.
 
શપથ લીધા બાદ જસ્ટિસ ચંદ્રચુડે તેમના પરિવારના વડિલોના આશિર્વાદ લીધા હતા.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર