દિવાળી ટાળે ડ્રાયફ્રૂડ થયા સસ્તા, ભાવમાં થયો ધરખમ ઘટાડો

મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (14:51 IST)
દિવાળીના તહેવારમાં ડ્રાયફ્રૂટની ખરીદી સામાન્ય દિવસો કરતા વધુ રહેતી હોય છે અને ભાવમાં પણ ઉછાળો આવતો હોય છે. તેના બદલે આ વખતે ઊલટી પરિસ્થિતિ જોવા મળી છે. ડ્રાયફ્રૂટના ભાવમાં રૂ.20 થી લઇને રૂ.200 સુધીનો ભાવઘટાડો આવ્યો છે. આમ છતાં બજારમાં હજુ ઘરાકીનો અભાવ હોવાનું વેપારીઓ જણાવે છે.
 
ડ્રાયફ્રુટ માર્કેટમાં આ વખતે કોર્પોરેટ કંપની તરફથી આવતા ઓર્ડરમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. દરેક વખતે નવરાત્રિથી જ ઓર્ડર શરૂ થઈ જતા હોય છે.તેના બદલે શરદપૂનમ આવી ગઇ હોવા છતાં કોર્પોરેટ કંપની તરફથી આવતા ઓર્ડરની શરૂઆત થઇ નથી.અથવા ખૂબ ઓછા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે સૌથી વધુ ભાવઘટાડો બદામમાં જોવા મળ્યો છે. તેમજ દિવાળી પછી હજુ ભાવઘટાડો જોવા મળે તેવી સંભાવના છે. 
 
રાજકોટમાં ડ્રાયફ્રૂટ માર્કેટમાં દિવાળીના તહેવાર નિમિત્તે રૂ.50 કરોડથી વધુ રકમનો વેપાર થાય છે. રાજકોટમાં જે ડ્રાયફ્રૂટ આવે છે તે અમેરિકા ,અફઘાનિસ્તાન, આફ્રિકા,બેંગ્લોરથી આવે છે. જ્યારે કાજુના ભાવમાં કોઈ વધઘટ નથી થયો.
 
દિવાળી તહેવાર પહેલા ડ્રાયફ્રુટના ભાવમાં ઘટાડો થતા વેપારીઓને આશા છે કે બજારમાં તેજી આવશે હજુ દિવાળીના 10 , 12 દિવસની રાહ છે તે પહેલાં કોર્પોરેટ કમ્પની દ્વારા મોટા ઓર્ડર મળશે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર