ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડૉક્ટર કમલા બેનીવાલાનું 97 વર્ષની વયે નિધન

ગુરુવાર, 16 મે 2024 (01:01 IST)
kamala benival
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડૉક્ટર કમલા બેનીવાલાનું 97 વર્ષની જૈફ વયે નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી બીમાર કમલા બેનીવાલાએ જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. જયપુરના ફોર્ટિસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. કમલા બેનીવાલના પુત્ર આલોક બેનીવાલે સોશિયલ મીડિયા પર માતાના નિધન અંગે માહિતી આપી. તેમના નિધન પર PM મોદી, CM પટેલ સહિત પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલટ સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે.  

કમલા બેનીવાલનો જન્મ 12 જાન્યુઆરી 1927માં રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લાના ગોરિર ગામમાં જાટ પરિવારમાં થયો હતો. 11 વર્ષની ઉંમરે તેમણે ભારત છોડો ચળવળમાં ભાગ લીધો હતો. અભ્યાસમાં રસ હોવાથી તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં એમએનો અભ્યાસ કર્યો હતો.  અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. તે સમયે રાજકારણમાં મહિલાઓની સંખ્યા નહિવત હતી. 1954માં રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી બન્યા હતા. કમલા બેનીવાલ આઝાદીથી લઈને 2014 સુધી રાજકારણમાં સક્રિય રહ્યાં. તે રાજસ્થાન સરકારમાં મંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગુજરાત, ત્રિપુરા અને મિઝોરમના રાજ્યપાલ રહી ચુક્યા છે. ડો. કમલા બેનીવાલ સાત વખત ધારાસભ્ય અને ગુજરાતના રાજ્યપાલ રહી ચૂક્યા છે. વર્ષ 2009થી 2014 સુધી તેઓ ગુજરાતના રાજ્યપાલ પદે રહ્યા હતા. ડો. કમલા બેનીવાલની ગણતરી કોંગ્રેસના મોટા નેતાઓમાં થતી અને તેમણે પાર્ટીમાં પણ ઘણા હોદ્દા સંભાળ્યા હતા
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર