મહાત્મા ગાંધીના પ્રપૌત્રની કરાઈ અટકાયત

બુધવાર, 9 ઑગસ્ટ 2023 (11:47 IST)
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંઘીનો ‘ભારત છોડો આંદોલન’ની વર્ષગાંઠ પોતાની અટકાયત કરાઈ હોવાનો દાવો
 
આજે ભારત છોડો આંદોલનને 81 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે હાલ પણ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘીજીના પ્રપૌત્ર હયાત છે જો કે આજે તેમણે એવનો દાવો કર્યો છે કે આજના દિવસે મારી અટકાયત કરવામાં આવી છે.
 
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની મુંબઈમાં અટકાયત કરવામાં આવી છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. તેમનો દાવો છે કે તે ભારત છોડો ચળવળની વર્ષગાંઠ મનાવવા બહાર ગયા હતા પરંતુ સાંતાક્રુઝ પોલીસ દ્વારા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તુષાર ગાંધીએ ટ્વિટર પર લખ્યું, સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલીવાર મારી અટકાયત કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર