ડેપ્યુટી કલેક્ટર નિશા બાંગરેએ પત્રમાં લખ્યું છે કે, મારા ઘરના ઉદ્ઘાટન (ઉદઘાટન)માં હાજર ન રહેવાથી મને દુઃખ થયું છે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં વિશ્વશાંતિના દૂત બુદ્ધની અસ્થિના દર્શન ન થવા દેવાથી મારી ધાર્મિક લાગણીઓને અવિશ્વસનીય રીતે ઠેસ પહોંચી છે. તેથી, મારા મૂળભૂત અધિકારો, ધાર્મિક, આસ્થા અને બંધારણીય મૂલ્યો સાથે ચેડા કરીને ડેપ્યુટી કલેક્ટર પદ પર રહેવું મને યોગ્ય નથી લાગતું. એટલા માટે હું આજે, 22 જૂન, 2023 ના રોજ તાત્કાલિક અસરથી ડેપ્યુટી કલેક્ટર પદ પરથી રાજીનામું આપું છું.