તિરુમાલાને નો-ફ્લાઈંગ ઝોન જાહેર કરવાની માંગ
આંધ્રપ્રદેશમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને નો-ફ્લાઈંગ ઝોન જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. ટીટીડીએ આ માટે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. ચેરમેન બી.આર. નાયડુએ નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુને પત્ર લખીને વિનંતી કરી છે કે તિરુમાલાને પવિત્ર યાત્રાધામની ઉપરથી વિમાનને ઉડતા રોકવા માટે નો-ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવે. આ માંગણી પાછળ સ્પીકરે આગમ શાસ્ત્રના સિદ્ધાંતો, મંદિરની પવિત્રતા, સુરક્ષાની ચિંતાઓ અને ભક્તોની ભાવનાઓને કારણભૂત ગણાવી છે.