દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની વાત અટકવાનું નામ નથી લઈ રહી. મનીષ સિસોદિયા હાલમાં તિહાર જેલના સેલ નંબર-1માં કેદ છે. આજે રૂઝ એવન્યુ કોર્ટમાં તેની જામીન અરજી પર સુનાવણી થવાની છે. જામીન અરજી પર સુનાવણીના એક દિવસ પહેલા જ EDએ દિલ્હી લિકર પોલિસીમાં મની લોન્ડરિંગના આરોપમાં સિસોદિયાની ધરપકડ કરી છે. ઇડી દારૂ કૌભાંડમાં મની ટ્રેલની તપાસ કરી રહી છે.