Delhi Arpit Palace Hotel Fire - દિલ્હીના હોટલમાં લાગેલી ભીષણ આગ, 17ની મોત, રેસક્યુ ઓપરેશન ચાલુ

મંગળવાર, 12 ફેબ્રુઆરી 2019 (10:58 IST)
દિલ્હીના કરોલ બાગ (Karol Bagh)માં એક હોટલ  (Delhi Arpit Hotel Fire)માં મંગળવારે સવારે ભીષણ આગ લાગી. આગની ચપેટમાં આવવાથી એક બાળક સહિત 17 લોકોના મોત થયા, જ્યારે કે ત્રણ ગંભીર રૂપથી દાઝી ગયા છે. બીજી બાજુ ફાયર કર્મચારીઓએ અત્યાર સુધી લગભગ 35 લોકોને બહાર કાઢી લીધા છે. જો કે હજુ કેટલાક અન્ય લોકોને ફંસાયેલા થવાની સૂચના છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આગ લાગવા પાછળના કારણો અત્યાર સુધી જાણ થઈ શકી નથી. અત્યાર સુધી રામમનોહર લોહિયા હોસ્પિટલમાં 17 મૃતકોને લાવવામાં આવ્યુ છે.  અત્યાર સુધી 13 મૃતકોને આરએમએલ, ને લોડી હાર્ડિગ અને 2 ને બીએલકે હોસ્પિટલમાં લઈ જઈ ચુકી છે.  આ ઉપરાંત કેટલાક ઘાયલ ગંગારામ  હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા છે. 
 
સવારે લાગી આગ...અને બચવા માટે કૂદી પડ્યા લોકો 
 
મળતી માહિતી પ્રમાણે કરોલબાગની હોટલ અર્પિત પેલેસમાં આગ સવારે અંદાજે સાડા ચાર વાગ્યે લાગી. લોકો ઊંઘમાં હતા એટલે ખબર જ ના પડી કે શું થયું અને આગ ફેલાતી ગઇ. ત્યારબાદ લોકોમાં દહેશત ફેલાય ગઇ. હોટલમાં આગ લાગી જવાને કારણે લોકો જીવ બચાવવા માટે હોટલના ચોથા માળેથી નીચે કૂદી ગયા હતા. મળતા અહેવાલ પ્રમાણે જીવ બચાવવા માટે ચાર લોકો નીચે કૂદી ગયા હતા. ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે 25 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આગ મંગળવારે સવારે પાંચ વાગ્યે લાગી હતી. આગને કારણે લોકો હોટલ પરથી સસ્તા પર કૂદી ગયા હતા.
 
ફાયર ઓફિસર સુનીલ ચૌધરી એ કહ્યું કે આગ પર સવારે લગભગ 8 વાગ્યા સુધીમાં કાબૂ મેળવી લીધો હતો. આ અકસ્માતમાં મરનાર લોકોના મૃતદેહ પણ બહાર નીકાળી લીધા છે. અંદાજે 30 લોકોને હોટલમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે. રિપોર્ટ્સના મતે હોટલમાં આગ સવારે સાડા ચાર વાગ્યે ફેલાવાનું શરૂ થયું. આગ ફેલાય ગઇ ત્યાં સુધી લોકોને ખબર જ ના પડી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર