આ સ્થાન પર સૌની સામે મનાવવી પડે છે સુહાગરાત, તેની પાછળની હકીકત જાણીને ચોંકી જશો તમે

સોમવાર, 11 ફેબ્રુઆરી 2019 (12:28 IST)
ભારત દેશને પોતાની સંસ્કૃતિ અને રીતિ-રિવાજો માટે ઓળખવામાં આવે છે.  આ રીતિ-રિવાજ અનેક સદીઓથી ચાલતા આવી રહ્યા છે અને તેને આજે પણ સન્માન સાથે મનાવવામાં આવે છે. પણ અનેક રીતિ-રિવાજ એવા છે જે ખૂબ જ વિચિત્ર છે અને કુરિવાજોની શ્રેણીમાં આવે છે. જી હા આજે અમે તમને આવા જ રિવાજ વિશે બતાવવા જઈ રહ્યા છીએ. જેના હેઠળ પરણેલા કપલને પોતાની સુહાગરાત સૌની સામે મનાવવી પડે છે. જેની હકીકત તમને વિચારવા પર મજબૂર કરી દેશે.  તો આવો જાણીએ તેની સાથે જોડાયેલ સંપૂર્ણ માહિતી.. 
 
ઉલ્લેખનીય છે કે ભારતમાં કંજરભાટ નામનો એક સમુહ છે. જ્યા લગ્નની પ્રથમ રાત્રે છોકરો અને છોકરીને એકલા છોડવાને કારણે આખુ ગામ તેમના રૂમની પાસે ઉભુ રહે છે. ઉલ્લેખનીય છે કે આ લોકો આ દરમિયાન યુવતીના કૌમાર્યનુ નિરીક્ષણ કરે છે.  ઉલ્લેખનીય છે કે અહી આટલા શિક્ષિત લોકો હોવા છતા પણ આજ સુધી આ પરંપરાને નિભાવવામાં આવી રહી છે. જો છોકરી ગામના લોકોની નજરમાં વર્જિન સાબિત થાય છે તો ઠીક છે નહી તો તેની સાથે કૂતરા કરતા વધુ ખરાબ વ્યવ્હાર કરવામાં આવે છે. 
 
તમને એ જાણીને નવાઈ લાગશે કે કંજરભાટ સમુહના લોકો ભારતમાં લગભગ દરેક સ્થાન પર રહે છે. આ નવી પેઢીમાં જન્મ લેનારા ઘણા બધા કંજરભાટ લોકો આ કુરિતીનો વિરોધ કરે છે. પણ કોઈપણ આ પરંપરાને રોકવામાં સફળ રહેતુ નથી.  અહીનો રિવાજ છે કે લગ્નની પ્રથમ રાત્રે વર અને વધુને એક હોટલનો રૂમ બુક કરીને આપવામાં આવે છે અને તેની સાથે સંબંધ બનાવવા માટે સફેદ ચાદર આપવામાં આવે છે. આ કુરિવાજમાં નવવધુ સાથે શારીરિક સંબંધ બનાવતા પહેલા તેને બધા ઘરેણા અને કપડા ઉતારવા માટે કહેવામાં આવે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર