આ ઘટના મંગળવારે બપોરે જાજપુર જિલ્લાના રસુલપુર બ્લોકના ઉરાલી ગામમાં સૂર્ય નારાયણ નોડલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં બની હતી. પીટીઆઈના અહેવાલ મુજબ, ધોરણ 4માં ભણતો 10 વર્ષનો રુદ્રનારાયણ સેટી અભ્યાસના સમય દરમિયાન બપોરે 3 વાગ્યે શાળાના પરિસરમાં તેના મિત્રો સાથે રમી રહ્યો હતો. આ દરમિયાન ત્યાં પહોંચેલા એક શિક્ષક આ જોઈને ગુસ્સે થઈ ગયા. ટીચરે રુદ્રને સિટ-અપ કરવા બદલ સજા કરી. સિટ-અપ કરતી વખતે રુદ્ર બેહોશ થઈ ગયો. તે સમયે શિક્ષક ત્યાં ન હતા.
જ્યારે રુદ્ર બેભાન થઈ ગયો ત્યારે ત્યાં હાજર અન્ય બાળકો તેના ઘરે દોડી ગયા, જે શાળાની નજીક છે. બાળકો પાસેથી માહિતી મળતાં રુદ્રના માતા-પિતા ઝડપથી ત્યાં પહોંચી ગયા અને શિક્ષકની સાથે બેભાન રુદ્રને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. રુદ્રની ગંભીર હાલત જોતા આરોગ્ય કેન્દ્રના તબીબોએ તેને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રીફર કર્યો હતો. મંગળવારે રાત્રે માતા-પિતા રૂદ્રને લઈને કટક પહોંચ્યા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.