પિતાની શહીદીના બદલે જોઈએ 50 પાક સૈનિકોના માથા - શહીદની પુત્રી

મંગળવાર, 2 મે 2017 (12:03 IST)
કૃષ્ણા ઘાટીમાં પાકિસ્તાની સેના દ્વ્રારા કરવામાં આવેલ હુમલામાં બે જવાનોના શહીદ થવાના અને શબની સાથે બર્બરતા પછી આખા દેશમાં રોષ વ્યાપ્ત છે.  બીજી બાજુ શહીદ પ્રેમ સાગરની પુત્રીએ કહ્યુ છે કે તેમના પિતાના બલિદાનના બદલે તેમને 50 પાકિસ્તાની જવાનોના માથા જોઈએ. 
 
પાકિસ્તાની સેનાએ સોમવારે કૃષ્ણા ઘાટી સેક્ટરમાં બે ભારતીય ચોકીઓ પર કારણ વગર જ રોકેટ લૉન્ચર્સ અને મોર્ટારથી હુમલો કર્યો. તેની ચપેટમાં આવીને બે જવાન શહીદ થઈ ગયા.  પાકિસ્તાની સેનાએ શહીદો સાથે બર્બરતા અને તેમના શબ ક્ષત-વિક્ષત કરી નાખ્યા. હુમલામાં બીએસએફ જવાન પ્રેમ સાગર પણ શહીદ થયા હતા. જેમની સાથે પાકિસ્તાની સેનએ બર્બરતા કરી.  દેવરિયાના રહેનારા પ્રેમ સાગરના ઘરે પણ માતમ ફેલાયેલો છે. શહીદ જવાનની પુત્રીનુ કહેવુ છે કે તેમને હાલ પ્રશાસન તરફથી પિતાની શહીદીની માહિતી મળી નથી. તેમણે કહ્યુ, 'તેમના બલિદાન માટે મને 50 માથા જોઈએ.' 
 
શહીદના ભાઈ દયાશંકર સિંહે કહ્યું કે, મારોભાઈ દેશ માટે શહીદ થયો તે ખુશીની વાત છે. પરંતુ સરકાર ઓછામાં ઓછા 50 પાકિસ્તાનીઓના માથા વાઢીને લાવા જોઈએ.
 
જવાનો સાથે  બર્બરતા
પાકિસ્તાન આર્મીની 647 બટાલિયને સોમવારે સવારે 8.30 કલાકે પુંછની કૃ્ષ્ણાઘાટી સેક્ટરમાં ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન બે ભારતીય જવાનોની એક ટુકડી પર પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમે ઘાત લગાવીને હુમલો કર્યો હતો. જેમાં બે જવાન શહીદ થયા હતા. જેમાં યુપીના પ્રેમસાગર પણ એક છે. પાકિસ્તાનીઓએ શવ સાથે બર્બરતા કરી હતી. તેમના માથા કાપી નાખ્યા હતા. ભારતે કહ્યું કે, પાકિસ્તાનને આનો જવાબ મળશે.

વેબદુનિયા પર વાંચો