પ્રારંભિક માહિતી અનુસાર, આ સુંદરબનના ધોલાહાટ વિસ્તારમાં થયું હતું. અહીં પરિવાર ઘણા વર્ષોથી ફટાકડા બનાવતો હતો. ઘરમાં કુલ 11 લોકો રહેતા હતા. ચાર લોકો હજુ પણ ગુમ છે. વિસ્ફોટને કારણે ઘરમાં રાખેલા ફટાકડામાં આગ લાગી હતી, આ દરમિયાન મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખું ઘર ધરાશાયી થઈ ગયું. આસપાસના વિસ્તારમાં પણ અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. મૃત્યુ પામેલાઓમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.