ઓડિશા બંગાળના આ વિસ્તારોમાં આવી શકે છે વરસાદ
આઈએમડીએ કહ્યુ કે ઓડિશાના દરિયાકિનારા જીલ્લા અને પશ્છિમ બંગાળની રાજધાની કલકત્તા સહિત રાજ્યના દક્ષિણી ભાગમાં મંગળવારથી હળવાથી મધ્યમ વરસાદ થવાની આશંકા છે. માછીમારોને સલાહ આપવામાં આવી છે કે 10 મે ના રોજ આગામી સૂચના સુધી સમુદ્રમાં અને પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કિનારાઓ પર ન જાય. હવામાન વિભાગ મુજબ ઓડિશા તટ પાસે સમુદ્રની સ્થિતિ નવ મે ના રોજ ખરાબ અને 10 મેના રોજ અત્યાધ્હિક ખરાબ થઈ જશે. સમુદ્રમાં હવાની ગતિ 10 મે થી વધીને 80થી 90 કિલોમીટર પ્રતિ કલાક થવાની આશંકા છે.