4 હાથ 4 પગ વાળા બાળકને જોવા ઉમટી ભીડ, લોકો બોલ્યા ભગવાનનો અવતાર

બુધવાર, 6 જુલાઈ 2022 (17:52 IST)
ઉત્તર પ્રદેશમાં 4 હાથ અને 4 પગવાલા બાળકનો જન્મ થયો છે. આ બાળકના જન્મ થયા બાદ તેને પ્રકૃતિ નો ચમત્કાર કહેવામાં આવી રહ્યો છે. બીજી બાજુ કેટલાક લોકો બાળકની તુલના ભગવાનના પુર્નજન્મ સાથે કરી નાખી. 
 
જો કે ડોક્ટરનુ સ્પષ્ટ કહેવુ છે કે આ જોડિયા બાળકના જન્મનો મામલો છે. પણ બીજા બાળકનુ શરીર યોગ્ય રીતે ડેવલોપ ન થઈ શક્યુ જેને કારણે એક બાળકના વધારે હાથ પગ આવી ગયા. 
 
જન્મ થયા પછી બાળકનો  ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. બાળકનો જન્મ ઉત્તર પ્રદેશના હરદોઈ જીલ્લામાં આવેલા શાહબાદ કમ્યુનિટી હેલ્થ સેંટરમાં થયો. બાળકનુ જન્મ સમયે 3 કિલો જેટલુ વજન હતુ 
 
જેવા બાળકના જન્મના સમાચાર મળ્યા આસપાસના વિસ્તારમાં આ સમાચાર આગની જેમ ફેલાય ગયા અને લોકો તેને જોવા આવી પહોચ્યા. બાળકને સારવાર માટે શાહબાદથી હરદોઈ અને ત્યારબાદ લખનૌ મોકલવામાં આવ્યો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર