મહારાષ્ટ્રના મુંબઈમાં હિન્દી બોલવા બદલ ચોકીદારને માર મારવાનો મામલો સામે આવ્યો છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરો ચોકીદાર સાથે મારપીટ કરી રહ્યા છે. આ સમગ્ર વિવાદ મરાઠી ભાષાને લઈને થયો હતો. MNS કાર્યકર્તાઓ ચોકીદારને મરાઠીમાં વાત કરવાનું કહેતા હતા. જ્યારે તે આવું ન કરી શક્યા તો રાજ ઠાકરેની પાર્ટીના કાર્યકરોએ તેમને થપ્પડ મારવાનું શરૂ કરી દીધું. આ ઘટના મુંબઈના પવઈ વિસ્તારની છે. વીડિયોમાં ચોકીદારને મારનારા લોકો તેની પાસેથી માફી માગતા પણ જોવા મળે છે. તેઓ તેમને રાજ ઠાકરેની માફી માંગવા માટે કહી રહ્યા છે.