130માં સંવિઘાન સંશોઘન બિલ 2025 - પહેલુ શુ પ્રાવધાન હતુ ? કાયદો બનવા પર શુ થશે ? જાણો

બુધવાર, 20 ઑગસ્ટ 2025 (16:44 IST)
કેંન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે લોકસભામાં 130માં સંવિઘાન સંશોધન બિલ 2025 ગર્વમેંટ ઓફ યૂનિયન ટેરિટરીજ સંશોઘન બિલ 2025 રજુ કર્યુ. આ બિલોમાં જોગવાઈ છે કે જો કેન્દ્રીય મંત્રી પરિષદનો કોઈ મંત્રી મુખ્યમંત્રી કે રાજ્યોના મંત્રીને આવા ગંભીર અપરાઘોમાં ધરપકડ કરવામાં આવે છે જેમા ઓછામાં ઓછા પાંચ વર્ષની જેલ થઈ શકે છે અને તેમને સતત 30 દિવસ કસ્ટડીમાં મુકવામાં આવે છે તો 31 માં દિવસે તેમને પદ પરથી હટાવી દેવામાં આવશે.  ખાસ વાત છે કે આ નિયમ પ્રધાનમંત્રી, ગૃહમંત્રી જેવા બીજા મોટા કેન્દ્રીય મંત્રીઓ પર પણ લાગૂ થશે.  અત્યાર સુધીના નિયમોમાં કોઈ મુખ્યમંત્રી કે મંત્રીની ધરપકડ થવી કે તેમના જ એલ જવા પર રાજીનામાની કોઈ જોગવાઈ નથી.  જો કે આ બિલને આજે પાસ નહી કરાવવામાં આવે. તેને સંસદની સેલેક્ટ કમિટીમાં મોકલી દેવામાં આવશે.   
 
રાજકારણમાં ઓછામાં ઓછા બે ઉદાહરણો છે જેના પરથી આ બિલનું મહત્વ સમજી શકાય છે. દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલ 156 દિવસ તિહાર જેલમાં રહ્યા પરંતુ તેમણે દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું નહીં. તેવી જ રીતે, તમિલનાડુના મંત્રી સેન્થિલ બાલાજી 8 મહિના જેલમાં રહ્યા છતાં મંત્રી રહ્યા. સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ સેન્થિલને આખરે રાજીનામું આપવું પડ્યું.
 
સંસદમાં આજે કયા કયા બિલ 2025 ? 
 
130 મું બંધારણીય સુધારા બિલ 2025
કેન્દ્રશાસિત પ્રદેશ સુધારા બિલ 2025
જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ 2025
 
 
130 મું બંધારણીય સુધારો બિલ 2025:  કોના પર લાગૂ ?
 
વડા પ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી, મંત્રીની ધરપકડ પર પદ પરથી હટાવવાની જોગવાઈ
 
હટાવવાની શરત શુ ?  
5 વર્ષ કે વધુ ના સમયની સજાવાળા અપરાધ માટે 30 દિવસ સુધી અરેસ્ટમાં રહેતા હટાવવાની જોગવાઈ 
 
આ લોકો પર લાગૂ 
- પ્રધાનમંત્રી 
- કેન્દ્રમાં મંત્રી 
- મુખ્યમંત્રી 
- રાજ્યમાં મંત્રી 
-
પહેલા શું જોગવાઈ હતી?
 
ધરપકડ પર વડા પ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રી માટે રાજીનામું આપવાની કોઈ જોગવાઈ નહોતી.
 
કાયદો બનશે ત્યારે શું થશે?
જો કોઈ વ્યક્તિ 5 વર્ષ કે તેથી વધુ સમયગાળાના ગુના માટે 30 દિવસ માટે કસ્ટડીમાં હોય, તો તેણે 31મા દિવસે રાજીનામું આપવું પડશે.
 
કયા કયા બિલમા સુધારો ?
 
કલમ 75- વડા પ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદની નિમણૂક
કલમ 164 - મુખ્યમંત્રી અને મંત્રી પરિષદની નિમણૂક
કલમ 239AA - દિલ્હી મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ
130 મા બંધારણ સુધારા બિલની જરૂર કેમ પડી?
 
કેજરીવાલ કેસ- તેઓ 156 દિવસ જેલમાં રહ્યા પણ દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું નહીં
સેન્થિલ કેસ- તમિલનાડુના મંત્રી સેન્થિલ બાલાજીએ ધરપકડ પછી 8 મહિના સુધી રાજીનામું આપ્યું નહીં
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર