ભાજપના આરોપો અને દાવાઓ પર જવાબ, ચીન સાથેના સંબંધો પર ભાજપ આ 10 પ્રશ્નના આપે ઉત્તર

સોમવાર, 29 જૂન 2020 (11:24 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ચીનની ઘૂસણખોરી અને ચીને કરેલા કબ્જા અંગે દેશને ગેરમાર્ગે દોર્યો છે. કોંગ્રેસ પ્રત્યે નફરત અને કપટભરી દુશ્મનીના સ્વભાવના કારણે ભાજપ અને તેના નેતૃત્વનું ચાલ, ચહેરો અને ચરિત્ર દિવસ પ્રતિદિવસ નિંદનીય અને વિકૃતરૂપે સામે આવી રહ્યું છે. દુઃખની વાત છે કે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ રાષ્ટ્રીય સુરક્ષા અને ભુભાગીય અખંડતાના વિષયથી દેશનું ધ્યાન ભટકાવવાના તથા ગુમરાહ કરવાના પ્રયાસમાં અંધ બની રાજકીય અને વૈચારિક સંતુલન ગુમાવી દીધું છે.
 
ભાજપ નેતૃત્વને પોતાના પ્રગાઢ ચીની સંબંધો, 'ચાઈના એસોસિએશન ફોર ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી કોન્ટેક્ટ' ('સીએઆઈએફસી') થી પોતાના સંપર્ક તેમજ સત્તાધારી પક્ષ કમ્યુનિસ્ટ પાર્ટી ('સીસીપી') સાથે પોતાના સંબંધો અંગે સવાલ પૂછવા પર તથા જવાબ આપવાનો ભય પણ છે. શું જેપી નડ્ડા તેમજ ભાજપ નેતૃત્વ આ 10 સવાલોના જવાબ આપશે?:
 
1. ભાજપના કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના ('સીસીપી') સાથે શું સબંધ છે?
જેના વિશે 30 જાન્યુઆરી 2007 ના રોજ સીસીપી ડેલીગેશનની યાત્રા દરમિયાન તત્કાલીન ભાજપ અધ્યક્ષ રાજનાથસિંહે કહ્યું હતું કે ત્યારબાદ 17 ઓક્ટોબર 2008 ના રોજ સીસીપીના મેમ્બર્સ ઓફ પોલિટબ્યુરો સાથે બેઠક દરમિયાન પણ તેનો ઉલ્લેખ કર્યો?
 
2. જાન્યુઆરી 2009 માં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સીસીપીના બોલાવવા પર ચીન કેમ ગયું?
RSS  આ ડેલિગેશનને સીસીપીએ કેમ આમંત્રણ આપ્યું, RSS કોઈ રાજકીય પક્ષ ના હોવા છતાં? RSS અને CCP વચ્ચે અરુણાચલ પ્રદેશ અને તિબ્બત અંગે શું વાતચીત થઈ?
 
3. તત્કાલીન ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરી CCP ના કહેવા લર 19 જાન્યુઆરી, 2011 ના રોજ ચીનની પાંચ દિવસીય યાત્રા પર કેમ ગયા? તેની પાછળ શું હેતુ હતો?
 
4. તત્કાલીન ભાજપ અધ્યક્ષ અમિત શાહે નવેમ્બર 2014 માં ભાજપ સાંસદો/ધારાસભ્યોનું એક ડેલિગેશનને સીસીપીના ધ પાર્ટી સ્કૂલ ના એક સપ્તાહ ચાલનારા અધ્યયન માટે ચીન કેમ મોકલ્યું? તેની પાછળ શું રાઝ હતું?
 
5. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન ૪ અલગ અલગ અવસરો તથા ભારતના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળમાં ૫ અલગ અલગ અવસરો પર ચીનની યાત્રા કેમ કરી? તથા ૩ વખત ભારતમાં ચીની પ્રીમિયરની મેજબાની કેમ કરી?  શું તેઓ છેલ્લા ૬ વર્ષમાં વડાપ્રધાનના રૂપમાં ચીની પ્રીમિયર સાથે ૧૮ બેઠકો કરનારા દેશના એકમાત્ર વડાપ્રધાન નથી? શું ચીનીઓ સાથે ઝૂલા ઝૂલવાની કૂટનીતિ ફેઈલ સાબિત થઇ?
 
૬. જેમ રાજીવ ગાંધીએ ફાઉન્ડેશને સાર્વજનિક કર્યું શું એ જ પ્રકારે, ભાજપ- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ પોતાના દરેક દાન આપનારાઓની યાદી સાર્વજનિક કરવા માટે કહેશે તથા દરેક વિદેશી સ્ત્રોતોથી આવનારા વ્યક્તિઓ, સંગઠનો તથા સરકારો દ્વારા RSS તેમજ તેના અલગ અલગ સંગઠનોને આપવામાં આવેલા પૈસાનો હિસાબ દેશને આપશે?
 
૭. જેમ રાજીવ ગાંધી ફાઉન્ડેશને સાર્વજનિક કર્યું, તે જ પ્રકારે ભાજપ, વિવેકાનંદ ફાઉન્ડેશન તેમજ ઇન્ડિયા ફાઉન્ડેશનના દરેક દાન આપનારાઓની યાદી (વિદેશી નાગરિકો સહીત) સાર્વજનિક કરશે તેમજ તે જણાવશે કે કઈ કઈ વિદેશી કંપની, વ્યક્તિ, સંગઠન, સંસ્થા કે સરકાર (જેમાં ચીની મૂળના સંગઠન પણ જો સામેલ હોય) થી કેટલા પૈસા કઈ કઈ તારીખે આ બન્ને ફાઉન્ડેશનને મળ્યા?
 
૮. શું ભાજપ તે ડોનર્સના નામ સાર્વજનિક કરશે, જેમની પાસેથી ભાજપે ઈલેક્ટોરલ બોન્ડ્સના માધ્યમથી હજારો કરોડો રૂપિયાનું ડોનેશન મેળવ્યું છે?
 
૯. શું ભાજપ  'ઓવરસીઝ ફ્રેન્ડસ ઓફ બીજેપી' (OF-BJP) દ્વારા ફંડિંગના સ્ત્રોત, પ્રાપ્ત કરવામાં આવેલા પૈસા, ડોનર્સના નામ (સહીત જો ચીન મૂળના ડોનર્સ સામેલ છે) સાર્વજનિક કરશે? 'ઓવરસીઝ ફ્રેન્ડસ ઓફ બીજેપી- ચીન તેમજ હોંગકોંગ' થી ઉપરોક્ત સંસ્થાને કેટલા પૈસા મળ્યા અને ક્યારે? રાજકુમાર નારાયણ દાસ સબનાની ઉર્ફે રજુ સબનાનીનું OF-BJP સાથે શું સબંધ છે?
 
૧૦. શું ભાજપ RSS  ને ઇન્ટરનેશનળ ફાઉન્ડેશન્સ, ફંડ્સ, સંસ્થાઓ તેમજ સંગઠનોથી ફંડિંગ મળ્યું છે? જો હા, તો ભાજપ- આર.એસ.એસ. ને છેલ્લા ૬ વર્ષમાં ઈંટરનેશનલ ફંડિંગ તેમજ ડોનર્સથી કેટલા પૈસા મળ્યા?
 
૨૦ મે ૨૦૨૦ ના રીપોર્ટ પ્રમાણે વડાપ્રધાન મોદીને ૯૬૭૮ કરોડ રૂપિયાનું વિવાદાસ્પદ ફંડ મળ્યું હતું. ચોંકાવનારી બાબત તે છે કે ચાઈનાની સેના આપણી સરહદ પાર કરીને આવી ગઈ છે, અને વડાપ્રધાનને ચાઇનીઝ કંપનીઓ તરફથી ફંડ મળ્યું છે.
 
શું વડાપ્રધાન આ પ્રશ્નોના ઉત્તર આપશે?
વર્ષ ૨૦૧૩ થી ચીને ભારત સાથે દુશ્મની કરવામાં તથા ઘુસણખોરી કરવામાં હદ વટાવી દીધી હોવા છતાં વડાપ્રધાન મોદીએ ચીનથી ફંડ કેમ મેળવ્યું?
શું વડાપ્રધાનને વિવાદાસ્પદ કંપની HUAWEI તરફથી ૭ કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે? શું HUAWEI નું પીપલ્સ લિબરેશન આર્મી, ચાઈના સાથે સીધું કનેક્શન છે?
શું ટીકટોકની માલિકી ધરાવતી ચાઇનીઝ કંપનીએ વિવાદાસ્પદ PM કેર ફંડમાં ૩૦ કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે?
૩૮ ટકા ચાઇનીઝ માલિકી ધરાવતી Paytm કંપનીએ ૧૦૦ કરોડ રૂપિયા PM કેર ફંડમાં આપ્યા છે?
ચાઇનીઝ કંપની XIAOMI એ પણ વિવાદાસ્પદ ફંડમાં ૧૫ કરોડ રૂપિયા આપ્યા છે?
ચાઇનીઝ કંપની ઓપ્પોએ પણ વિવાદાસ્પદ ફંડમાં ૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે?
શું વડાપ્રધાન મોદીએ PMNRF માં મળેલા ફંડને વિવાદાસ્પદ પીએમ કેર્સ ફંડમાં ટ્રાન્સફર કર્યું છે અને કેટલા અબજ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે?
 
જો દેશના વડાપ્રધાન જ પોતાના પદ સાથે સમજુતી કરીને ચાઇનીઝ કંપનીઓ પાસેથી સેંકડો કરોડનું વિવાદાસ્પદ ફંડ લેતા હોય તો કઈ રીતે તેઓ દેશનો બચાવ ચીનના અતિક્રમણ સામે કરી શકશે?

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર