રાયપુરમાં 7 નવજાત બાળકોના મોત - જીલ્લા હોસ્પિટલમાં રાત્રે 3 વાગ્યે બાળકોએ તોડ્યો દમ, ઓક્સીજન રેફર કરવાનો આરોપ. પ્રત્યક્ષદર્શીએ 7 મોતનો કર્યો દાવો

બુધવાર, 21 જુલાઈ 2021 (13:40 IST)
છત્તીસગઢની રાજધાની રાયપુરના જિલ્લા હોસ્પિટલમાં રાત્રે 8 વાગ્યા પછી 3 બાળકોનું મોત થઈ ગયા. ત્યારબાદ પરિવારના લોકોએ ડોક્ટરોની બેદરકારીનો  આરોપ લગાવી હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ આરોપ લગાવ્યો કે તબિયત બગડતા બાળકોને ઓક્સિજન લગાવ્યા વગર જ બીજા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. બીજી બાજુ  હોસ્પિટલમાં એક દર્દીના પરિવારે દાવો કર્યો કે 3 નહીં પરંતુ 7 બાળકોનાં મોત થયા છે. તેમણે કહ્યું કે હુ મારી પોતાની આંખે એક પછી એક સાત બાળકોના મૃતદેહને લઈ જતા જોયા છે.
 
એક બાળકના પિતા ઘનશ્યામ સિંહએ આરોપ લગાવ્યો કે તેમના બાળકની હાલત બગડતાં ડોક્ટરોએ તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. બાળકની હાલત નાજુક હતી. તેને લઈ જવા માટે ઓક્સિજન સિલિન્ડરની જરૂર પડતી, પરંતુ આપવામાં ન આવ્યો. તેઓ સતત  હોસ્પિટલ મેનેજમેન્ટના લોકો પાસેથી સિલિન્ડરોની માંગણી કરતા રહ્યા. આ દરમિયાન દાખલ થયેલા વધુ બે બાળકોનું મોત થઈ ગયા અને સબંધીઓનો ગુસ્સો ડોક્ટરો પર તૂટી પડ્યો. હંગામાને સૂચના મળતા જ પંડરી પોલીસ સ્ટેશનથી પોલીસ પણ આવી પહોંચી. 
 
પોલીસની દખલગીરીથી અઢી કલાક પછી લોકો શાંત થયા 
 
બાળકોના ઈંટેસિવ કેયર યૂનિટમાં લાંબા સમય સુધી બબાલ ચાલતી રહી. પરિવારને કોઈ યોગ્ય જવાબ નહોતા આપી રહ્યા.  લગભગ 2 થી અઢી કલાક સુધી વિવાદ ચાલ્યા પછી પોલીસ દખલથી પરિજનો શાંત પડ્યા. રાત્રે 11 વાગ્યા સુધીમાં પરિવારના સભ્યો ત્રણેય બાળકોના મૃતદેહ સાથે પરત ફર્યા હતા. હોસ્પિટલ મેનેજમેંટના લોકોએ અન્ય સંબંધીઓને સમજાવવાનું શરૂ કર્યું અને વાતાવરણ શાંત થયુ. હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે બાળકોનું મોત સામાન્ય હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર