Indian Army Helicopter Crashed: ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટ (Cheetah Helicopter)અરુણાચલ પ્રદેશના મંડલા પર્વતીય વિસ્તારની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ છે. પાયલટની શોધ માટે સર્ચ ઓપરેશન (Search Operation) શરૂ કરવામાં આવ્યુ છે. સેનાના સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી. તે સેંગેથી મિસામારી તરફ ઉડી રહ્યું હતું. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં પાઈલટ અને કો-પાઈલટ હતા.
ગયા વર્ષે પણ ક્રેશ થયુ હતુ ચીતા હેલીકોપ્ટર
આ પહેલા વર્ષ 2022માં પણ ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર તવાંગ પાસે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બે પાયલોટમાંથી એકનું મોત થયું હતું. આસામના તેજપુરમાં સેનાના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે તવાંગ નજીકના ફોરવર્ડ વિસ્તારમાં ઉડતું આર્મીનું ચિતા હેલિકોપ્ટર 5 ઓક્ટોબર 2022ના રોજ સવારે 10 વાગ્યે નિયમિત સૉર્ટી દરમિયાન ક્રેશ થયું હતું. બંને પાઈલટને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ એકને બચાવી શકાયો ન હતો. મૃતક પાઈલટની ઓળખ લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવ તરીકે થઈ હતી.
6 વર્ષમાં 18 આર્મી હેલિકોપ્ટર ક્રેશ
છેલ્લા 6 વર્ષમાં ભારતીય સેનાના 18 હેલિકોપ્ટર એટલે કે ત્રણેય દળો ક્રેશ થયા છે. આ માહિતી રાજ્યના સંરક્ષણ પ્રધાન અજય ભટ્ટે ગયા વર્ષે 17 ડિસેમ્બરે લોકસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપી હતી. 2017 થી 2021 સુધીમાં 15 અકસ્માતો થયા છે. આ પછી વધુ ત્રણ અકસ્માતો થયા છે. આમાંથી બે અકસ્માત વર્ષ 2022માં ઓક્ટોબર મહિનામાં જ થયા હતા. આમાં રુદ્ર અને ચિત્તા હેલિકોપ્ટર સામેલ હતા