છઠ: ઝેરીલા પાણીમાં આસ્થાની ડૂબકી

સોમવાર, 8 નવેમ્બર 2021 (16:15 IST)
છઠ પર્વની ઉજવણીમાં દિલ્હીની યમુના નદીમાં ઝેરી ફીણ વચ્ચે શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી, UP-બિહારમાં પણ ઘાટ પર ઊમટ્યા ભાવિકો
છઠ પૂજાની ઉજવણી શરૂ થઈ ગઈ છે. છઠ પર્વ ચાર દિવસ સુધી ઉજવાય છે. બિહાર, ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશના લોકો આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છે. 
આ વ્રત દરમિયાન ભોજનમાં ડુંગળી-લસણનો ઉપયોગ કરવામાં આવતો નથી. સ્નાન કર્યા પછી જ ભોજન તૈયાર કરવામાં આવે છે. છઠ પર સ્ત્રીઓ ઉપવાસ કરે છે અને ઘૂંટણ સુધીના ઉંડા પાણીમાં ઉભા રહે છે અને સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપે છે.
દિવાળી બાદ વાધેલા પ્રદૂષણને કારણે દિલ્હીમાં યમુના નદીમાં ઝેરીલા ફીણ થઈ ગયા છે. છઠ પૂજાના પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓએ તેમાં જ સ્નાન કર્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર