હાઈકોર્ટે વૈદિક, પૌરાણિક, સાંસ્કૃતિક મહત્વ અને સામાજીક ઉપયોગિતાને જોતા કેન્દ્ર સરકારે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની સલાહ આપી છે.
કોર્ટે કહ્યુ કે ગાયના મહત્વને ફક્ત હિન્દુઓએ સમજ્યુ એવુ નથી. મુસલમાનોએ પણ ગાયને ભારતીય સંસ્કૃતિનો મહત્વનો ભાગ માન્યો અને મુસ્લિમ શાસકોએ પોતાના શાસનકાળમાં ગાયોના વધ પર રોક લગાવી હતી. કોર્ટે આગળ કહ્યુ કે ભારતીય સંવિઘાનના અનુચ્છેદ 48માં ગોહત્યા પર રોકને સંઘની લિસ્ટમાં રાખવાને બદલે રાજ્યની લિસ્ટમાં રાખવામાં આવ્યુ છે. તેથી આજે પણ ભારતના અનેક રાજ્ય એવા છે જ્યા ગૌવઘ પર રોક નથી.
અરજીકર્તાના વકીલે દલીલ આપી કે જાવેદ નિર્દોષ છે અને તેના પર લગાવેલા આરોપ ખોટા છે અને તેના વિરુદ્ધ પોલીસે મળીને ખોટો કેસ નોધ્યો છે. જાવેદ 8 માર્ચથી જેલમાં બંધ છે. શાસનની તરફથી રજુ થયેલ વકીલે જામીન અરજી એવુ કહેતા વિરોધ કર્યો કે અરજી કરનાર વિરુદ્ધ લગાવેલ આરોપ સાચો છે અને અભિયુક્તને ટોર્ચની રોશનીમાં જોયો અને ઓળખ્યો.
તેમને કહ્યુ કે આરોપી જાવેદ, તેના મિત્ર શોએબ, રેહાન, અરકાન અને 2-3 અજ્ઞાત લોકોએ ગાયને કાપીને માંસ એકત્ર કરતા જોવામાં આવ્યા. આ લોકો પોતાને મોટરસાઈકલ ઘટનાસ્થળ પર છોડીને ભાગી ગયા હતા. કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળ્યા પછી કહ્યુ કે ગાયને ભારતીય સંસ્કૃતિમાં એક મહત્વપૂર્ણ સ્થાન છે અને ગાયને ભારત દેશમાં માતાના રૂપમાં ઓળખાય છે. ભારતીય વેદ-પુરાણ, રામાયણ વગેરેમાં ગાયનુ ખૂબ મહત્વ બતાવ્યુ છે. આ કારણે ગાય અમારી સંસ્કૃતિનો આધાર છે.