ભારતીય સ્ટુડેંટ્સના વીઝા કેંસલ કરશે કેનેડા ? પેરેંટ્સમાં વધી રહી છે ચિંતા, 2 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ

ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2023 (18:29 IST)
students visa

 India Canada Row કેનેડા અને અને ભારતની સરકાર વચ્ચે વધી રહેલ ટેંશન પછી પંજાબથી કેનેડા સ્ટડી વીઝા પર જનારા સ્ટુડેંટ્સના વાલીઓ પરેશાન થવા લાગ્યા છે. બંને દેશ વચ્ચે શરૂ થયેલ આ વિવાદની અસર વ્યાપર જ નહી પરંતુ કનાડામા મોટી સંખ્યા ખાસ કરીને પંજાબીઓ પર પડશે. જે સ્ટુડેંટ્સ કનાડા જવાની તૈયારી કરી રહ્યા છે તેમને હવે ભય સતાવી રહ્યો છે કે ક્યાક આવનારા દિવસોમાં કનાડા એંટ્રી બૈન ન કરી દે. 
 
કનાડામાં હાલ પંજાબના લગભગ બે લાખ વિદ્યાર્થીઓ સ્ટડી વિઝા (Punjab Students In Canada)પર ગયા છે. ઉલ્લેખનીય છેકે પંજાબથી દર વર્ષે હજારોની સંખ્યામાં યુવાઓ કેનેડા અભ્યાસ માટે  જાય છે. સ્ટુડેંટ્સ પર લગભગ 25 લાખ રૂપિયા ફી નો ખર્ચ થાય છે. જો કે જો બંને દેશો વચ્ચે તનાવ વધે છે તો કેનેડા પોતાના દેશમાં આવવાનો નિયમ કડક કરી શકે છે.  તેમા તેમના વીઝા કેંસલ કરી ડિપોર્ટ કરવી પણ સામેલ છે. 
 
પંજબીઓનો કેનેડેમાં રૂઆબ 
 
પંજાબના લોકો કેનેડામાં નોકરી કરે છે. સાથે જ બિઝનેસ કમ્યુનિટીમાં પણ દબદબો ધરાવે છે. એગ્રીકલ્ચરથી લઈને ડેયરી ફાર્મિંગ પણ પંજાબીઓ તરફથી કરવામાં આવે છે. ધ્યાન રહે કે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. ભારતે આ આરોપને નકારી કાઢ્યો છે. 
 
G20 થી વિવાદ શરૂ થયો
ભારત અને કેનેડા વચ્ચે 9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાયેલી G20 સમિટ દરમિયાન વિવાદ શરૂ થયો હતો. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ G20 સમિટમાં ભાગ લેવા પહોંચેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે કેનેડામાં વધી રહેલી ખાલિસ્તાની ગતિવિધિઓ અંગે વાત કરી હતી.  જેના પર કેનેડાના વડાપ્રધાને કહ્યું કે ભારતે કેનેડાના ઘરેલુ મામલામાં દખલ ન કરવી જોઈએ. ટ્રુડોએ  નિજ્જરને કેનેડાનો નાગરિક બતાવતા તેના મૃત્યુનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તેની હત્યા કરાવવામા આવી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર