દક્ષિણી મુંબઈના ડોંગરી વિસ્તારમાં એક ત્રણ માળની બિલ્ડિંગ ઢસડી પડી છે. આ ઈમારત જેજે ફ્લાઈઓવરની પાસે હતી. ઘટના સવારે 8 વાગીને 40 મિનિટ બતાવાય રહી છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે બિલ્ડિંગમાં 10-11 પરિવાર રહેતા હતા. કાટમાળમાં દબાયેલા ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમની હાલત ગંભીર બતાવાય રહી છે. ન્યૂઝ એજંસી એએનઆઈ મુજબ કાટમાળમાં 30-35 લોકોના દબાયેલા હોવાની આશંકા છે. જેમને કાઢવાનુ કામ સતત ચાલુ છે.