મુંબઈ પર આસમાનમાંથી આફત વરસી રહી છે. ગઈકાલથી જ થઈ રહેલ મુશળધાર વરસાદે માયાનગરી મુંબઈની ગતિ પર બ્રેક લગાવી દીધી છે. મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. મોસમ વિભાગે આગામી 48 કલાક મુંબઈમાં ભારે વરસાદની શક્યતા બતાવતા ચેતાવણી આપી છે. એટલુ જ નહી આ વરસાદે 2 બાળક સહિત 3 બાળકોનો જીવ લીધો છે અનેક લોકો ઘાયલ થયા છે.
મુંબઈની શેરીઓ ત્યારે નદીઓ બની ગઈ હોય એવું લાગતું હતું. કેટલાક લોકો તો ત્રણ દિવસે મુંબઈમાં પોતાના ઘરે પહોંચી શક્યા હતા. 2005ના આફતના વરસાદમાં મુંબઈનું બંદર લગભગ ચાર દિવસ બંધ રહ્યું હતું. મુંબઈનું એરપોર્ટ પણ બંધ રહ્યું હતું. મુંબઈના ઔદ્યોગિક એકમો ઠપ થઈ ગયા હતા. એ સમયે શેરબજાર બંધ થવાના કારણે કરોડોનું નુકસાન થયું હતું.