BSF જવાન સાથે PAK રેજરોએ કરી કાયર હરકત, શબ સાથે કરી બર્બરતા

બુધવાર, 19 સપ્ટેમ્બર 2018 (14:04 IST)
સાંબાના રામગઢ સેક્ટરમાં સીમા સુરક્ષા બળનો એક જવાન પાકિસ્તાની હુમલામાં શહીદ થઈ ગયો. જવાન પાકિસ્તાની ગોળીબાર પછી એક દિવસ પહેલા ગાયબ થઈ ગયો હતો. જ્યારબાદ સાંજે સીમા પાસે જવાનનુ શબ જપ્ત કરવામાં આવ્યુ. શબ સાથે બર્બરતા કરવામાં આવી હતી. એવી આશંકા બતાવાય રહી છે કે પાક રૈજર બૈટથી હુમલો કરી જવાનને ઘાયલ અવસ્થામાં પોતાની સાથે લઈ ગયા અને પછી તેનો મૃતદેહ સીમા પાસે છોડી ગયા. 
 
 
શહીદ જવાનની ઓળખ હેડ કૉન્સ્ટેબલ નરેન્દ્ર કુમાર નિવાસી ગામ થાના કલા, જિના સોનીપત, હરિયાણાના રૂપમાં કરવામાં આવી છે. સૂત્રો મુજબ શબની હાલત ખૂબ જ ખરાબ છે. ઉલ્લેખનીય છે કે જવાનના ઘાયલ થવાની સૂચના પછી બીએસએફે સીમા પર તલાશી અભિયાન ચલાવ્યુ પણ જવાનનો ક્યાય કોઈ સુરાગ મળ્યો નહી. એવુ કહેવાય રહ્યુ હતુ કે સીમા પર ઉગેલા ઝાડીઓ વચ્ચે જવાન ક્યાક ગુમ થઈ ગયો છે અને ઘાયલ અવસ્થામાં બેહોશ પણ પડ્યો હોઈ શકે છે. સાંજે જવાનનો મૃતદેહ મળ્યો. પાકિસ્તાન અગાઉ પણ આ પ્રકારના હુમલા કરતુ આવ્યુ છે. 
 
ભારતીય જવાનોનું એક ગ્રૂપ ફેન્સિંગની આગળ સફાઇ કરવા માટે ગયું હતું. અચાનક પાકિસ્તાની રેન્જરોએ ભારતીય સૈનિકોના દળ પર ફાયરિંગ શરૂ કરી દીધું. આ ફાયરિંગમાં ભારતીય જવાન ઘાયલ થયો. ત્યારબાદ ભારતીય જવાનોએ મોર્ચો સંભાળ્યો અને ત્યાંથી સુરક્ષિત જગ્યા પર આવી ગયા.
 
ત્યારે એક ઘાયલ જવાન સરહદ પર જ રહી ગયો. કહેવાય છે કે પાકિસ્તાની રેન્જર્સ જવાનને ઉઠાવી ગયા અને બે કલાક પોતાની પાસે રાખ્યો અને પછી મૃતદેહને ક્ષત-વિક્ષત કરી ભારતીય સરહદમાં ફેંકી ગયા. કહેવાય છે કે જવાનનો એક હાથ-પગ કાપી નાંખ્યો અને એક આંખ કાઢી નાંખી હતી. જો કે હજુ સુધી જવાનના મૃતદેહને ક્ષત-વિક્ષત કર્યાના સમાચારની પુષ્ટિ કરાઇ નથી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર