પીએમ મોદી જન્મદિવસ પર કાશીને આપશે 534 કરોડની ભેટ, શાળાના બાળકો સાથે કેક કાપીને ઉજવશે બર્થડે

સોમવાર, 17 સપ્ટેમ્બર 2018 (10:12 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમવારે પોતાનો જન્મદિવસ સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ઉજવશે. 17 સપ્ટેમ્બરના રોજ બપોરે તેઓ જન્મદિવસના અવસર પર બનારસ પહોંચશે. બે દિવસીય મુલાકાત દરમિયાન તેઓ પોતાના સંસદીય ક્ષેત્રના લોકોને 534 કરોડની યોજનાઓની ભેટ આપશે.  તેમના અગમનને લઈને યુદ્ધસ્તર પર કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે પ્રધાનમંત્રી વારાણસી હવાઈમથકથી હેલીકોપ્ટર દ્વારા ડીરેકા જશે. ત્યાથી તેઓ કાશી વિદ્યાપીઠ બ્લોકના નરઉર પહોંચશે અને પ્રાથમિક શાળાના બાળકો વચ્ચે કેક કાપીને પોતાનો 68મો જન્મદિવસ ઉજવશે.  વડાપ્રધાન ચાર વર્ષમાં પોતાના મતવિસ્તારની 14મી વખત મુલાકાત લેશે.
 
વડાપ્રધાન જે યોજનાઓનું ઉદ્ધાટન કરશે તેમાં જૂની કાશી માટે ઇન્ટીગ્રેટેડ પાવર ડેવલપમેન્ટ સ્કીમ અને બીએચયૂમાં અટલ ઇન્ક્યૂબેશન સેન્ટર સામેલ છે. તે સિવાય વડાપ્રધાન બીએચયૂમાં રિઝનલ ઓપ્થેલ્મોલોજી સેન્ટરનો શિલાન્યાય કરશે. વડાપ્રધાન મોદી અહી એક સભા સંબોધી શકે છે અને કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજન પણ કરશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર