ટામેટાની સુરક્ષા માટે રખાયા બાઉન્સર, ભાવ રૂ.160 પ્રતિ કિલોએ પહોંચ્યો હતો

રવિવાર, 9 જુલાઈ 2023 (17:39 IST)
ટામેટાની સુરક્ષા માટે રખાયા બાઉન્સર-વારાણસીમાં શાકભાજી વેચનારની દુકાન પર ટામેટાંની લૂંટથી બચવા માટે બાઉન્સરો રખાયા છે.
 
15 થી 20 રૂપિયા પ્રતિ કિલો વેચાતા ટામેટા આજે 130 થી 160 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. શાકભાજીના વધતા ભાવને જોતા વારાણસીમાં એક શાકભાજી વિક્રેતાએ પોતાની દુકાન પર બાઉન્સર લગાવી દીધા છે. આ બાઉન્સરોને ખાસ ટામેટાંની સંભાળ રાખવા માટે રાખવામાં આવ્યા છે.
 
ટામેટાની દુકાન પર ઘણા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર્સનો ઉપયોગ ગ્રાહકોને મરચાં અને ટામેટાંને સ્પર્શ ન કરવાની સૂચના આપવા માટે કરવામાં આવ્યો છે. પહેલા પૈસા પછી ટામેટાં. અજય ફૌજીએ જણાવ્યું કે બજારમાં ટામેટાં 160 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

Edited By-Monica Sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર