કેરળમાં કન્વેન્શન સેન્ટરમાં બ્લાસ્ટ, મહિલાનું મોત

રવિવાર, 29 ઑક્ટોબર 2023 (13:02 IST)
કેરળના કોચીમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. કલામસેરીમાં એક કન્વેન્શન સેન્ટરમાં આજે સવારે બ્લાસ્ટ થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા
 
અહેવાલો અનુસાર, ખ્રિસ્તી સમુદાયના લોકો સવારે 9.30 વાગ્યાની આસપાસ કલામાસેરી ખાતે કન્વેન્શન સેન્ટરમાં પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે 5 મિનિટની અંદર સતત ત્રણ ધડાકા થયા હતા.
 
કેરળના કોચીમાં કન્વેન્શન સેન્ટરમાં થયેલા બે બૉમ્બ બ્લાસ્ટ થતાં એક વ્યક્તિનું મોત થયું છે. વિસ્ફોટોમાં 25 લોકો ઘાયલ થયા છે, જેમાંથી પાંચ ગંભીર રીતે ઘાયલ છે.
 
યહોવાહ વિટનેસ કન્વેન્શન સેન્ટરમાં ત્રણ દિવસથી આ કાર્યક્રમ ચાલતો હતો. રવિવારે તેનો છેલ્લો દિવસ હતો. કેરળના એડીજીપી લૉ ઍન્ડ ઑર્ડર અજિત કુમારે બીબીસીને જણાવ્યું છે કે હોલમાં બે બૉમ્બ વિસ્ફોટ થયા હતા. બ્લાસ્ટ સમયે હૉલમાં લગભગ બે હજાર લોકો હતા.
 
તેમણે જણાવ્યું કે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.પોલીસે હજુ સુધી એક વ્યક્તિના મોત અને 25 લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર