Bihar Opposition Meeting LIVE - નીતીશના આમંત્રણ પર પહોચ્યા 15 વિપક્ષી પાર્ટીઓના નેતા, રાહુલ બોલ્યા BJPને હરાવવા જઈ રહ્યા છીએ

શુક્રવાર, 23 જૂન 2023 (13:07 IST)
Opposition Meeting
પટનામાં વિપક્ષી દળોની પહેલી મોટી બેઠક મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન 1, એની માર્ગ પર શરૂ થઈ છે. બેઠકમાં 15 પક્ષોના નેતાઓ પહોંચી ગયા છે. જેમાં ભાજપ સામે લડવા માટે રોડમેપ તૈયાર કરવામાં આવશે.

જેડીયુના સૂત્રોએ જણાવ્યું કે નીતિશ કુમારને યુપીએના કન્વીનર બનાવવામાં આવી શકે છે. બેઠક બાદ તેની જાહેરાત કરવામાં આવશે. મમતા બેનર્જીએ બેઠકમાં કહ્યું કે દરેકે મહત્વાકાંક્ષા છોડવી પડશે. કોઈનું વર્ચસ્વ ન હોવું જોઈએ.
 
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે શુક્રવારે સવારે પટના પહોંચ્યા હતા. રાહુલ અને ખડગે સૌથી પહેલા એરપોર્ટથી સીધા કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા. અહીં રાહુલે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે અમે સાથે મળીને ભાજપને હરાવીશું. દેશમાં બે વિચારધારાઓનું યુદ્ધ ચાલી રહ્યું છે. એક તરફ કોંગ્રેસની 'ભારત જોડો'ની વિચારધારા છે તો બીજી તરફ ભાજપ-આરએસએસની 'ભારત તોડો' ની વિચારધારા છે.

 
15 પાર્ટીઓના નેતા પટનામાં 
 
આ પાર્ટીઓ સામેલ થશે -  JDU, RJD, AAP, DMK, TMC, CPI, CPM, CPI (ML), PDP, નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ, શિવસેના, એસપી, JMM અને NCP
 
જે નેતાઓ બેઠકમાં ભાગ લેશે: તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન, બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્ય પ્રધાનો ભગવંત માન, ડી રાજા, દીપાંકર ભટ્ટાચાર્ય અને મહેબૂબા મુફ્તી. આ તમામ નેતાઓ ગુરુવારે જ પટના પહોંચી ગયા હતા. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે, એનસીપીના શરદ પવાર અને જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લા, સપાના અખિલેશ યાદવ, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, જેએમએમના હેમંત સોરેન શુક્રવારે પટના પહોંચ્યા હતા. આ સિવાય જેડીયુ અને આરજેડી તરફથી નીતિશ કુમાર
 

01:31 PM, 23rd Jun
અપડેટ્સ...
 
-  જમ્મુમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પટનામાં ફોટો સેશન ચાલી રહ્યું છે, તેઓ એવો સંદેશ આપવા માંગે છે કે તેઓ મોદીજીને પડકારશે. હું તેમને કહેવા માંગુ છું કે તેઓ ગમે તે કરે, તેઓ ક્યારેય એક નહીં થાય. 300થી વધુ સીટો મેળવીને પીએમ મોદી ફરી એકવાર પીએમ બનશે.
-  ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ કહ્યું કે નીતીશ કુમાર સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. શું સીએમ હાઉસમાં કોઈ રાજકીય પક્ષોની બેઠક થઈ શકે છે? બિહાર સાથે કોઈ લેવાદેવા નથી.
- કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બેઠક પર કહ્યું-  આ હાસ્યાસ્પદ છે. હું કોંગ્રેસ પાર્ટીનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે કોંગ્રેસ સ્વીકાર્યુ છે કે તે એકલુ મોદીને હરાવવા સક્ષમ નથી. તેને સપોર્ટની જરૂર છે.
-  સીએમ નીતિશ કુમાર રાહુલ અને ખડગેને રિસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. બંને નેતાઓ પહેલા કોંગ્રેસ કાર્યાલય ગયા હતા.
- મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે બધાએ સાથે મળીને લડવું પડશે. એટલા માટે અમે આવ્યા છીએ. રાહુલ ગાંધીએ અમને કહ્યું કે તેઓ દરેક પાર્ટીને બોલાવીને વાત કરશે. તેથી જ આ બેઠક થઈ રહી છે. નાના મતભેદો ભૂલીને આગળ વધો. - એનસીપી ચીફ 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર