નીતિશ કુમારે વિજય રૂપાણીને કર્યો ફોન, ગુજરાત સરકાર બોલી - સંપૂર્ણ સુરક્ષા આપીશુ

સોમવાર, 8 ઑક્ટોબર 2018 (15:21 IST)
. ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થયેલ હુમલાની ઘટનાઓ  પછી ઘરે પરત ફરી રહેલા ઉત્તર ભારતીયોને લઈને હાલત ગંભીર થઈ ગઈ છે. આ હુમલાને લઈને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુજરાત સીએમ વિજય રૂપાણી સાથ વાત કરી.  બીજી બાજુ ગુજરાતના ગૃહ મંત્રી પ્રદીપ જડેજા પણ આવા મામલે સરકારનુ પક્ષ મુકનારા સામે આવ્યા.  તેમણે કહ્યુ કે કેટલાક લોકો જે ચૂંટણીમાં જીતી નથી શક્યા.  તે હિંસા ફેલાવવાનુ કામ કરી રહ્યા છે. 
 
ઉત્તર ભારતીયોના હુમલાના ભયથી ઘરે પરત ફરવા મામલાને ગંભીરતાથી લેતા બિહાર સીએમ નીતીશ કુમારે ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાત કરી.  નીતીશ કુમારે કહ્યુ હુ ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાત્કરી. અમે તેમની સાથે સંપર્કમાં છીએ અને તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જેમણે હુમલા કર્યા છે તેમને સજા મળવી જોઈએ અને કોઈ પ્રકારનો ભેદભાવ ન હોવો જોઈએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર