મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ

રવિવાર, 2 જુલાઈ 2023 (14:15 IST)
Ajit Pawar News:એનસીપી નેતા અજિત પવાર એકનાથ શિંદેની સરકારમાં સામેલ થઈ શકે છે. અજિત પવારને 25થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાનું કહેવાય છે.
 
મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે હલચલ થવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીપી નેતા અજિત પવાર એકનાથ શિંદેની સરકારમાં સામેલ થઈ શકે છે. તેઓ આજે જ શપથ લઈ શકે છે. અજિત પવારને NCPના 53માંથી 29 ધારાસભ્યોનું સમર્થન હોવાનું કહેવાય છે. સમાચાર આવી રહ્યા છે કે અજિત પવાર વિપક્ષના નેતા પદ પરથી રાજીનામું આપશે.
 
સૂત્રોના જણાવ્યા અનુસાર અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. આ સાથે સમાચાર આવી રહ્યા છે કે છગન ભુજબળને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ રાજભવન પહોંચ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ ક્યારે પહોંચે છે તેની રાહ જોવાઈ રહી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર