બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય, હવે વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા

મંગળવાર, 20 ફેબ્રુઆરી 2024 (14:28 IST)
- ભણતરનો ભાર ઓછુ થશે 
- હવે એક નહી બે વાર બોર્ડ પરીક્ષા 
-તનાવમા હશે કમી અને વિદ્યાર્થીઓના વિકાસ થશે
 
Board exam- વિદ્યાર્થી હવે વર્ષમાં બે વાર 10 મા અને 12 મા ઘોરણની બોર્ડની પરીક્ષા આપી શકશે. આ નિર્ણય 2020ની નવી શિક્ષા નીતિના ઉદ્દેશ્યોને જોઈને લેવામાં આવ્યુ છે. તેના ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના વચ્ચે અભ્યાસના તણાવને ઓછુ કરવુ છે. 
 
શિક્ષણ મંત્રીએ કહ્યું, “NEP દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન વિદ્યાર્થીઓને તણાવમુક્ત રાખવાનું, તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું, વિદ્યાર્થીઓને સંસ્કૃતિ સાથે જોડાયેલા રાખવા અને ભવિષ્ય માટે તૈયાર કરવાનું છે. તે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું એક સૂત્ર છે.
 
શાળામાં દરેક બાળકને બોર્ડ પરીક્ષાની ચિંતા હોય છે. પણ હવે આ ચિંતા ઓછી થશે. કારણ કે હવે વિદ્યાર્થી વર્ષમાં બે વાર બોર્ડ પરીક્ષા આપી શકશે. જી હા કેદ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનએ આને લઈને મોટી જાહેરાત કરી છે. શૈક્ષણિક સત્ર 2025-26થી વિદ્યાર્થીઓ માટે વર્ષમાં બે વાર 10 મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષા થશે. આ પગલા 2020માં સામે આવી નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ (NEEP) ના ઉદ્દેશ્યોને જોઈને ઉઠાવવામાં આવ્યુ છે. તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના વચ્ચે અભ્યાસના તનાવને ઓછુ કરવુ છે. 
 
તનાવમા હશે કમી અને વિદ્યાર્થીઓના વિકાસ થશે
 
કેંદ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની જાહેરાતનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના વચ્ચે સ્ટ્રેસના લેવલને ઓછુ કરવુ છે. તેણે શૈક્ષણિક ગતિવિધિઓની સાથે-સાથે કળા, સંસ્કૃતિ અને રમતમાં જોડાણને વધારો આપવાની વાત પણ બોલી છે. તેના માટે આશરે 10 દિવસ વિદ્યાર્થી વગર બેહ શાળા જઈ શકશે. વર્ષમાં બે વાર બોર્ડ પરીક્ષાઓની શરૂઆતનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સારુ પ્રર્દશન કરવા માટે વધારે અવસર આપવા છે. બન્ને પરીક્ષા પછી ફાઈનલ માર્કશીટ બનાવવામાં આવશે. જેમાં બન્ને સ્કોર જોવાશે. 

Edited By-Monica Sahu 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર