CBSE Board Admit Card 2024: 10મા અને 12માની બોર્ડ પરીક્ષા માટે એડમિટ કાર્ડ રજુ, આ રહી ડાયરેક્ટ લિંક

બુધવાર, 7 ફેબ્રુઆરી 2024 (09:00 IST)
CBSE Board Admit Card 2024: કેન્દ્રીય માઘ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે સીબીએસઈએ ધોરણ 10મુ અને 12માની બોર્ડ પરીક્ષા માટે એડમિટ કાર્ડ રજુ કરવામાં આવ્યુ છે. બોર્ડ પરીક્ષામાં સામેલ થનારા સ્ટુડેંટ્સ સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ  cbse.gov.in પર જઈને પોતાના પ્રવેશ પત્ર ડાઉનલોડ કરી શકો છો.  ઉલ્લેખનીય છે કે સીબીએસઈ બોર્ડ પરીક્ષા  ધોરણ 10મુ અને 12મુ બંને  15 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. 
 
એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારને યુઝર આઈડી, પાસવર્ડ, સિક્યોરિટી પિનની જરૂરિયાત રહેશે.  એડમિટ કાર્ડમાં રોલ નંબર, જન્મતિથિ, પરીક્ષાનુ નામ, ઉમેદવારનુ નામ, માતાનુ નામ, પિતા/વાલીનુ નામ, પરીક્ષા કેન્દ્રનુ નામ, પીડબલ્યુડીની શ્રેણી, એડમિટ કાર્ડ આઈડી અને પરીક્ષાની તારીખ સાથે હાજર થનારા વિષય સહિત વિગત હશે. 
 
આ રીતે ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ 
admit card
- સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in પર જાવ 
- હોમ પેજ પર રહેલ પરીક્ષા સંગમ લિંક પર ક્લિક કરો 
-  એક નવુ પેજ ખુલશે જ્યા શાળાને સ્કુલ લિંકની પસંદગી કરવી પડશે 
- ફરીથી પ્રી એક્ઝામ એક્ટિવિટીઝ લિંક પર ક્લિક કરો અને એક નવુ પેજ ખુલશે. 
- હોમ પેજ પર દેખાતી સીબીએસઈ એડમિટ કાર્ડ 2024 ની લિમ પર ક્લિક કરો. 
- લોગિન વિગત નોંધો અને સબમિટ પર ક્લિક કરો 
- તમારુ એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે 
- એડમિટ કાર્ડ ચેક કરો અને પેજ ડાઉનલોડ કરો 
 
આગળની જરૂરિયાત માટે તેની એક હાર્ડ કોપી તમારી પાસે રાખો. 

ડાયરેક્ટ લિંક - https://cbseit.in/cbse/web/regn/login.aspx
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર