સંબંધો લજવાયા.. ભાવનરમાં એક યુવકે ચપ્પુની અણી પર પોતાની બહેન સાથે કર્યુ દુષ્કર્મ, બીડીથી સળગાવી, જીવથી મારવાની આપી ધમકી
શુક્રવાર, 29 ઑગસ્ટ 2025 (12:55 IST)
ભાવનરમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહી એક વ્યક્તિએ પોતાની બહેન સાથે ચપ્પુની અણી પર રેપની ઘટનાને અંજામ આપ્યો. આરોપીએ બહેનને ધમકી આપી કે તે કોઈને પણ કશુ બોલી તો તેને મારી નાખશે. પોલીસે આ મામલાની સૂચના મળ્યા બાદ તરત જ કાર્યવાહી શરૂ કરી અને આરોપીને અરેસ્ટ કરીલીધો છે.
ભાવનગરથી એક શરમજનક મામલો સામે આવ્યો છે. આ મામલે ભાઈએ પોતાની બહેનને હવસની શિકાર બનાવી. એટલું જ નહીં, તેણે બળાત્કાર જેવો જઘન્ય ગુનો કરવા માટે ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી. ભાઈની ક્રૂરતાથી કંટાળીને, બહેને પોલીસને ફોન કરીને આ અંગે જાણ કરી. પોલીસે તાત્કાલિક કેસ નોંધીને ભાઈની ધરપકડ કરી. પોલીસ આ કેસમાં આગળની કાર્યવાહી કરી રહી છે.
આ મામલો ગુજરાતના ભાવનગરના તળાજા વિસ્તારનો છે. એક શરમજનક ઘટનામાં, 13 જુલાઈ અને 22 ઓગસ્ટ 2025 ના રોજ 29 વર્ષીય પરિણીત પુરુષ અને વ્યવસાયે ડ્રાઇવરે તેની બહેન પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ છરીની અણીએ બહેન પર બે વાર બળાત્કાર કર્યો હતો. તેણે તેની બહેનને સળગતી બીડી પણ ચાંપી હતી.
ભાઈના કૃત્યથી કંટાળી ગયેલી બહેને પોલીસને ફોન કર્યો. લંપટ ભાઈ તેની બહેનના ગેરકાયદેસર સંબંધના બહાને તેને બ્લેકમેલ કરતો રહ્યો. ખરેખર, આરોપીની બહેનનો ગામમાં જ અન્ય વ્યક્તિ સાથે સંબંધ હતો. ભાઈ તે જાણતો હતો અને એના નામે ભાઈ તેને બ્લેકમેલ કરી રહ્યો હતો, પરંતુ બીજી ઘટના બાદ બહેને હિંમતભેર 181 હેલ્પલાઈનનો સંપર્ક કર્યો, ત્યારબાદ પોલીસે આરોપી ભાઈની ધરપકડ કરી. હાલમાં પોલીસે ભાઈ વિરુદ્ધ FIR નોંધીને તેની ધરપકડ કરી છે.
આરોપી એક બાળકનો પિતા
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, 22 વર્ષીય મહિલાએ જણાવ્યું કે તેણી છેલ્લા ત્રણ વર્ષથી તેના ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી, જેની તેના ભાઈને જાણ હતી. આરોપીને એક બાળક છે અને તે ડ્રાઇવર તરીકે કામ કરે છે. બહેન ઘરે એકલી હતી ત્યારે ક્રૂર ભાઈ આ ઘટનાને અંજામ આપતો હતો. પીડિતા અપરિણીત છે અને તેના ભાઈ અને તેમના માતા-પિતા સાથે રહેતી હતી.
ચપ્પુ અને કપડાં મળી આવ્યા
તપાસ અધિકારી ડી.પી. ખંભલાના જણાવ્યા અનુસાર, આરોપીએ વપરાયેલ છરી અને ગુના દરમિયાન પહેરેલા કપડાં જપ્ત કરવામાં આવ્યા છે.
મહિલા સુરક્ષા પર સવાલ
આ ઘટના બાદ, વિસ્તારના લોકોમાં ઊંડો અસંતોષ છે. આ ઘટનાએ ગુજરાત અને સમગ્ર દેશમાં મહિલાઓની સુરક્ષા પર પ્રશ્નો ઉભા કર્યા છે. લોકો કહે છે કે આવા ગુનાઓને રોકવા માટે કડક કાયદો અને વ્યવસ્થા અને જાગૃતિની જરૂર છે.