Bhagwant Mann: ભગવંત માને શપથ લેવા માટે 16 તારીખ જ કેમ પસંદ કરી ? કોમેડીથી લઈને રાજનીતિક કેરિયર સુધી દરેક જગ્યાએ ખાસ રહ્યો આ લકી નંબર

બુધવાર, 16 માર્ચ 2022 (11:24 IST)
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના  ભગવંત માન (Bhagwant Mann) પંજાબના મુખ્યમંત્રીના રૂપમાં બુધવારે શપથ લઈ રહ્યા છે. આ સમારંભને લઈને મોટા પાયા પર વ્યવસ્થા કરવામાં આવી  છે. આ સમારંભ શહીદ ભગત સિંહ (એસબીએસ) નગર જીલ્લામાં સ્થિત ખટકડ કલાં ગાંવ (Khatkar નેતા Kalan Village) માં થશે. જે સ્વતંત્રતા સેનાની ભગત સિંહનું પૈતૃક ગામ છે. પંજાબ કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત 18 મંત્રીઓ હોઈ શકે છે. શપથ ગ્રહણ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના અન્ય નેતાઓ હાજરી આપશે..
 
આ દરમિયાન લોકોના મનમાં એ સવાલ આવી રહ્યો છે કે શપથ લેવા માટે 16 માર્ચ જ કેમ પસંદ કરવામાં આવ્યો છે. એવુ કહેવાય રહ્યુ છે કે ભગવંત માનનો લકી નંબર 16 છે અને તેથી આ દિવસે તે શપથ લઈ રહ્યા છે. તે આ નંબરને ખુદને માટે લકી માને છે. રિપોર્ટ્સ મુજબ માનની પહેલી કૈસેટ ગોભી દીએ કચ્ચીએ વ્યાપારણે આવી. વર્શ 1992માં 16 મે ના દિવસે જ રજુ થઈ હતી. આ ઉપરાંત તેમની કોમેડી કૈસેટ કુલ્ફી ગર્મા ગર્મ આ વર્ષે  જ (1992) 16 ડિસેમ્બરે આવી હતી. જેમા તેમને ઘણી સફળતા મળી. 
 
રાજનીતિક જીવનમાં પણ 16 નંબર લકી 
 
ભગવંત માનના રાજનીતિક જીવનથી આ નંબરની લિંક જોડીએ તો જાણ થાય છે કે વર્ષ 2014માં 16 મે ના રોજ જ તે પહેલીવાર સંગરૂર સીટ પરથી લોકસભા સાંસદ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમની પહેલી ચૂંટણી જીત હતી. જે તેમને 16મા લોકસભા ચૂંટણીમાં મેળવી હતી. આવુ જ કંઈક આ વખતે પણ જોવા મળ્યુ છે. ભગવંત માને 16મી વિધાનસભા માટે મુખ્યમંત્રીના છેરાના રૂપમાં ચૂંટણી લડી છે. તેમની પાર્ટીને તેમા 92 સીટો પર સફળતા મળી છે. 
 
ત્રણ લાખથી વધુ લોકો થશે સામેલ 
 
અધિકારીઓનો અંદાજ છે કે આજે શપથ ગ્રહણ સમારોહમાં ત્રણ લાખથી વધુ લોકો સામેલ થઈ શકે છે. પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહેલા ભગવંત માને રાજ્યના લોકોને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. સમારોહ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસ મહાનિરીક્ષક અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક સહિતના વરિષ્ઠ અધિકારીઓને કાર્યક્રમ દરમિયાન તૈનાત કરવામાં આવ્યા છે, અધિકારીઓએ જણાવ્યું હતું

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર