બઠિંડા મિલિટ્રી સ્ટેશન ફાયરિંગમાં કોઈ આતંકી એંગલ નથી, જવાન નીકળ્યો આરોપી, સેનાનુ નિવેદન

સોમવાર, 17 એપ્રિલ 2023 (15:54 IST)
Bathinda military station
Bathinda military station firing case :  પંજાબના બઠિંડા સૈન્ય સ્ટેશનમાં થઈ ગોળીબારીની ઘટનાનો મોટો ખુલાસો થયો છે. આ સમગ્ર ઘટનાક્રમમાં એક સૈન્ય જવાન જ આરોપી નીકળ્યો છે.  એટલુ જ નહી મિલિટ્રી સ્ટેશનની અંદર ફાયરિંગમાં કોઈ ટેરર એંગલ નથી. ભારતીય સેના તરફથી સોમવારે આ માહિતી આપવામાં આવી. અધિકારીઓએ જણાવ્યુ કે સેનાના એક જવાને જ આખી ઘટનાને અંજામ આપ્યો. આરોપી જવાને પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. 

 
હેડક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન કમાન્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આર્ટિલરી યુનિટના ગનર દેસાઈ મોહનને આ ઘટનાના સંબંધમાં અટકાયતમાં લેવામાં આવ્યો છે. સતત પૂછપરછ કર્યા પછી, ગનર દેસાઈ મોહને ઈન્સાસ રાઈફલની ચોરી અને તેના ચાર સાથીઓની હત્યામાં તેની સંડોવણીની કબૂલાત કરી. સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અંગત કારણોસર તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર