બાંધવગઢ ટાઇગર રિઝર્વમાં 4 હાથી મૃત હાલતમાં મળ્યાં

બુધવાર, 30 ઑક્ટોબર 2024 (16:17 IST)
Madhya pradesh news- મધ્ય પ્રદેશના બાંધવગઢ ટાઇગર રિઝર્વમાં મંગળવારે, 29 ઑક્ટોબરના રોજ વન વિભાગના કર્મચારીઓને ચાર હાથી મૃત હાલતમાં મળ્યાં.
 
આ ઉપરાંત તેમને પાંચ અન્ય હાથીઓ પણ જમીન પર અસ્વસ્થ હાલતમાં જોવાં મળ્યાં.
 
જાણકારી પ્રમાણે બપોરે બાંધવગઢ ટાઇગર રિઝર્વના કર્મચારીઓ ડ્યૂટી પર હતા ત્યારે ખિતૌલી અને પતૌર કોર રૅન્જના સલખનિયા બીટના આરએફ 384 અને પીએફ 183એમાં ચાર જંગલી હાથી મૃત હાલતમાં મળ્યાં.
 
મધ્ય પ્રદેશના પીસીસીએફ વન્ય જીવ વિજય એન. અંબાડેએ પત્રકારોને જણાવ્યું, “આ ઝૂંડમાં 13 હાથીઓ હતા તે પૈકી ચાર હાથીનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે જ્યારે પાંચ અસ્વસ્થ છે અને ચાર સ્વસ્થ છે. તમામ સંભાવનાઓ જોતા મામલાની તપાસ ચાલુ છે.”
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર