આ મામલે સોમવારે આવેલ સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીથી ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીની મુશ્કેલીઓ વધી શકે છે. શક્યત: એ લોકોને પણ બાબરી વિધ્વંસના ષડયંત્રના આરોપનો સામનો કરવો પડી શકે છે.
સીબીઆઈએ પોતાની અરજીમાં ઈલાહાબાદ હાઈકોર્ટના એ નિર્ણયને પડકાર્યો છે જેમા અડવાણી, જોશી, ઉમા અને યૂપીના તત્કાલીન સીએમ કલ્યાણ સિંહ સહિત અન્ય આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.